ટ્વીટ કરીને ઉમા ભારતીએ લખ્યું- હું તમારી જાણકારીમાં એ વાત નાંખી રહી છુ કે હું આજે પોતાની પહાડની યાત્રાની સમાપ્તિના અંતિમ દિવસ તંત્રને અગ્રાહ કરીને કોરોના ટેસ્ટની ટીમનો બોલાવી, કેમકે મને 3 દિવસથી સામાન્ય તાવ આવી રહ્યો હતો, મે હિમાલયમાં કૉવિડની તમામ વિધિનિષેધ તથા સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કર્યુ છતાં હુ કોરોના પૉઝિટીવ નીકળી છું.
તેને આગળ ટ્વીટમાં લખ્યું- હુ હાલમાં હરિદ્વાર અને ઋષિકેશની વચ્ચે વન્દે માતરમ કુંજમાં ક્વૉરન્ટાઇન છું, જે મારા પરિવાર જેવુ છે. ચાર દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરાવીશ અને સ્થિતિ આવી જ રહી તો ડૉક્ટરોના પરામર્શ અનુસાર નિર્ણય લઇશ. મારા આ ટ્વીટને જે પણ મારા સંપર્કમાં આવેલા ભાઇ-બહેન વાંચે અને તેમને ખબર પડી જાય કે તે બધાને મારી અપીલ છે કે તે પોતાનો કોરોના ટેસ્ટ કરાવે અને સાવધાની રાખે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી રાજનીતિથી અલગ થઇ ગયેલી ઉમા ભારતી ફરી એકવાર રાજનીતિમાં એક્ટિવ થઇ શકે છે, મનાઇ રહ્યું છે કે મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ઉપ-ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી રાજ્યના રાજકારણમાં પરત ફરી શકે છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ