ઉલ્લેખનીય છે કે બિહારમાં એનડીએ સરકાર છે. જેમાં ભાજપ, જેડીયૂ અને એલજેપી સામેલ છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પહેલા જ કહ્યું હતું કે બિહારમાં એનઆરસીની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું હતું કે આ તો આસામ માટે હતું.
રવિવારે નીતીશ કુમારે દરભંગામાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે એનપીઆર 2010ની પૈટર્ન પર લાગૂ કરવામાં આવે. તેમણે કહ્યું એનપીઆરના નવા સ્વરૂપને લઈને ઘણા પ્રકારની મુશ્કેલીઓ લોકોના મગજમાં છે. આ પરિસ્થિતિમાં એ યોગ્ય રહેશે કે તેને જૂના મોડલ પર ઝ લાગૂ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે નાગરિકતા કાયદો અને એનઆરસીને લઈને દેશભરમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ વર્ષે બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. નીતીશ કુમારની નજર અલ્પસંખ્યક મત બેંક પર છે. એવામાં ચૂંટણી પહેલા નીતીશ કુમાર પોતાનો ઈરાદો સાફ કરવા માંગે છે.