Bihar Cabinet Expansion : બિહારમાં નવી સરકારના કેબિનેટનું વિસ્તરણ, 31 ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ

બિહારમાં આજે નીતિશ કેબિનેટનું વિસ્તરણ થશે. આજે સવારે 11.30 વાગ્યે નીતિશ કેબિનેટનું વિસ્તરણ થશે. તેજ પ્રતાપ યાદવ સહિત 16 મંત્રીઓ આરજેડીમાંથી શપથ લેશે.

gujarati.abplive.com Last Updated: 16 Aug 2022 01:00 PM
બિહાર કેબિનેટનું વિસ્તરણ

 બિહારની નવી સરકારના કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.  મહાગઠબંધનની નવી સરકારમાં કુલ સાત પક્ષ સામેલ છે, જેમાંથી 31 ધારાસભ્યોએ શપથ લીધા હતા.સિનિયોરિટીના આધારે ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. સૌથી પહેલા RJD નેતા તેજ પ્રતાપ યાદવ અને અન્ય ચાર ધારાસભ્યોએ  મંત્રી તરીકે શપથ લીધા.

અનીતા દેવીએ મંત્રી પદના શપથ લીધા હતા

અનીતા દેવી, સુધાકર સિંહ, જિતેન્દ્ર રાય અને જયંત રાજેએ મંત્રી પદના શપથ લીધા હતા





અનીતા દેવીએ મંત્રી પદના શપથ લીધા હતા

અનીતા દેવી, સુધાકર સિંહ, જિતેન્દ્ર રાય અને જયંત રાજેએ મંત્રી પદના શપથ લીધા હતા





આરજેડી ધારાસભ્ય લલિત કુમાર યાદવે શપથ લીધા

રામાનંદ યાદવે શપથ લીધા હતા. 

બીજા રાઉન્ડમાં અશોક ચૌધરી, શ્રવણ કુમાર, સુરેન્દ્ર યાદવ, લેશી સિંહ અને રામાનંદ યાદવે શપથ લીધા હતા. 





પ્રથમવાર આ ધારાસભ્યોએ લીધા શપથ

વિજયકુમાર ચૌધરી, તેજ પ્રતાપ યાદવ, વિજેન્દ્ર યાદવ, આલોક મહેતા અને શહનવાઝે મંત્રીપદના શપથ લીધા હતા

તેજ પ્રતાપ યાદવે મંત્રી પદના શપથ લીધા



નીતિશ કેબિનેટનું આજે વિસ્તરણ

બ્રેકગ્રાઉન્ડ

Bihar Cabinet Expansion News: બિહારમાં આજે નીતિશ કેબિનેટનું વિસ્તરણ થશે. આજે સવારે 11.30 વાગ્યે નીતિશ કેબિનેટનું વિસ્તરણ થશે. તેજ પ્રતાપ યાદવ સહિત 16 મંત્રીઓ આરજેડીમાંથી શપથ લેશે. આ સિવાય જેડીયુના 11 અને કોંગ્રેસના 2 મંત્રી સામેલ થશે. સાથે જ જીતન રામ માંઝીની પાર્ટી HAM તરફથી ધારાસભ્ય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત એક અપક્ષ ધારાસભ્યને પણ શપથ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. કેબિનેટ વિસ્તરણમાં જ્ઞાતિ સમીકરણો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં 8 યાદવ, 4 મુસ્લિમ, 6 દલિત અને 6 ઉચ્ચ જાતિના મંત્રી હશે.


રાજ્યપાલ ફાગુ ચૌહાણ આજે સવારે 11.30 વાગ્યે રાજભવન ખાતે નવા મંત્રીઓને શપથ લેવડાવશે. મળતી માહિતી મુજબ નીતીશ કુમારની કેબિનેટમાં 31 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. નીતિશ કુમારે 10 ઓગસ્ટે જ મુખ્યમંત્રી અને તેજસ્વી યાદવે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે.


બિહાર કેબિનેટનું આજે વિસ્તરણ


બિહારમાં નવી સરકારની રચનાના પાંચ દિવસ બાદ આખરે RJD, JDU, કોંગ્રેસ અને જીતન રામ માંઝીની પાર્ટી HAM (HAM) વચ્ચે સહમતિ સધાઈ અને આજે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ કેબિનેટમાં 31 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. જેમાં આરજેડીના 16 મંત્રીઓ સામેલ થશે. જ્યારે  JDUના 11 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવશે એટલે કે ધારાસભ્યોની સંખ્યાના આધારે આરજેડીને મોટો ફાયદો છે. આ સિવાય કોંગ્રેસના બે ધારાસભ્યો, એક એચએએમ અને એક અપક્ષ ધારાસભ્યને પણ મંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.