Bihar Elections 2020: બિહારમાં 28 ઓક્ટોબરે થશે મતદાનની શરૂઆત, 10 નવેમ્બરે આવશે પરિણામ

કોરોના કાળની વચ્ચે બિહાર વિધાનસભા ચૂંટણી જાહેર થઇ ગઇ છે. વિધાનસભાની ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 25 Sep 2020 03:00 PM
ત્રીજા તબક્કાનુ મતદાન 7 નવેમ્બરે પટના, બક્સર,સારણ, ભોજપુર,નાલંદા, ગોપાલગંજ,સિવાન, બોઘગયા, જહાનાબાદ, અરવલ, નવાદા, ઔરંગાબાદ, કૈમૂર અને રોહતાસની 78 બેઠકો પર થશે
બીજા તબક્કાનુ મતદાન 3 નવેમ્બરે ઉત્તર બિહારના જિલ્લા મુઝફ્ફરપુર, સીતામઢી, શિવહર, પશ્ચિમી ચંપારણ, પૂર્વી ચંપારણ, વૈશાલી, દરભંગા, મધુબની, સમસ્તીપુર, સહરસા, સુપૌલ અને મઘેપુરની 94 બેઠકો પર થશે
પહેલા તબક્કાનુ મતદાન 28 ઓક્ટોબરે ભાગલપુર, બાંકા, મુંગેર, લખીસરાય, શેખપુરા, જમુઇ, ખગડિયા, બેગુસરાય, પૂર્ણિયા, અરરિયા, કિશનગંજ અને કટિહારની 71 બેઠકો પર થશે
કોરોનાના કારણે આ વખતે ઓનલાઇન નામાંકન પણ થઇ શકશે, પરંતુ ઉમેદવારોએ નામાંકનની પ્રિન્ટઆઉટ જમા કરાવવી પડશે. ઓફલાઇન નામાંકનની સુવિધા પહેલાની જેમ જ ઉપબલ્ધ રહશે
બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતોની સાથે જ રાજ્યમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. ખરેખરમાં, દેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે ભારતીય ચૂંટણી પંચ કેટલાક નિયમો બનાવે છે, આને જ આચાર સંહિત કહેવામાં આવે છે
પહેલા તબક્કામાં 16 જિલ્લાની 71 વિધાનસભા વિસ્તારોમાં મતદાન થશે, બીજા તબક્કામાં 17 જિલ્લાની 94 વિધાસભા વિસ્તારમાં મતદાન થશે, ત્રીજા તબક્કામાં 15 જિલ્લાના 78 વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન થશે. પહેલા ફેઝનુ મતદાન 28 ઓક્ટોબર, બીજુ મતદાન 3 નવેમ્બર અને ત્રીજા ફેઝનુ મતદાન 7 નવેમ્બરે, જ્યારે મતગમતરી 10 નવેમ્બરે થશે
બિહારમાં 28 ઓક્ટોબરમાં ચૂંટણીની શરૂઆત થશે, પહેલા તબક્કો 28 ઓક્ટોબર, બીજો તબક્કો 3 નવેમ્બર, ત્રીજા તબક્કામાં 7 નવેમ્બરે મતદાન યોજાશે. 10 નવેમ્બરે બિહાર ચૂંટણીના પરિણામો આવશે
બિહારમાં મતનુ ગણિત, 31-50 વર્ષ સુધીના મતદારો આ વખતે ચૂંટણીમા નિર્ણયાક ભૂમિકા નિભાવશે, રાજ્યના કુલ મતદારોની 44.1 ટકા સંખ્યા 31-50 ઉંમર વર્ગના મતદારોની છે, અન્ય ઉંમરના મતદારોની વાત કરવામાં આવે તો 18-25ની ઉંમરના મતદારો 13.9 ટકા, 26-30 के ઉંમરના 15.8 ટકા, 51-65 ઉંમરના 17.2 ટકા અને 65થી વધુ ઉંમરના 9 ટકા છે
કોરોનાથી સંક્રમિત દર્દી મતદાનના છેલ્લા દિવસે પોતાના સંબંધિત મતદાન કેન્દ્ર પર સ્વાસ્થ્ય અધિકારીઓની દેખરેખમાં મતદાન કરશે, ચૂંટણી પ્રચારમાં સોશ્યલ ડિસ્ટેન્સિંગનુ પાલન કરવાનુ રહેશે
ચૂંટણી પંચે કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને 7 લાખ સેનિટાઇઝર, 46 લાખ માસ્કની વ્યવસ્થા કરી છે, એક પૉલિંગ બૂથ પર એક હજાર મતદારો જ મત નાંખશે
ચૂંટણી પંચે કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને 7 લાખ સેનિટાઇઝર, 46 લાખ માસ્કની વ્યવસ્થા કરી છે, એક પૉલિંગ બૂથ પર એક હજાર મતદારો જ મત નાંખશે
ચૂંટણી પંચે કહ્યું કે, નામાંકન માટે ઉમેદવાર 2થી વધુ ગાડીઓનો ઉપયોગ નહીં કરી શકે, અને છેલ્લા કલાક દરમિયાન કોરોના દર્દીઓ મતદાન કરી શકશે.
મુખ્ય ચૂંટણી કમિશનર સનિલ અરોડાએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, મતદાન સમયમાં એક કલાક વધારવામાં આવ્યો છે. સવારે સાતથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થઇ શકશે. ચૂંટણીમાં 6 લાખ ફેસ શિલ્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે, છેલ્લા કલાક દરમિયાન કોરોના દર્દીઓ મત નાંખી શકશે.

બ્રેકગ્રાઉન્ડ

પટનાઃ કોરોના કાળની વચ્ચે બિહાર વિધાનસભા ચૂંટણી જાહેર થઇ ગઇ છે. વિધાનસભાની ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે, છેલ્લા કલાક દરમિયાન કોરોના દર્દીઓ મત નાંખી શકશે

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.