Bihar Election : બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, 1,314 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ, મતદાનની ટકાવારી જાણો

Bihar assembly election 2025: રાજ્યની 243 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાઇ રહી છે. પ્રથમ તબક્કામાં 121 બેઠકો માટે મતદાન 6 નવેમ્બરના રોજ યોજાશે.

Advertisement

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 06 Nov 2025 07:24 PM
સાંજે 6 વાગ્યા સુધીમાં 60.25  ટકા મતદાન

બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 18 જિલ્લાઓની 121  બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 60.25  ટકા મતદાન નોંધાયું હતું.

બ્રેકગ્રાઉન્ડ

Bihar assembly election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ને લઈને રાજકીય ઉથલપાથલ ચાલુ છે. મતદાનના પ્રથમ તબક્કા માટે પ્રચાર મંગળવાર (4 નવેમ્બર) ના રોજ પૂર્ણ થયો. રાજ્યની 243  વિધાનસભા બેઠકો માટે ચૂંટણી 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 121  બેઠકો માટે મતદાન 6  નવેમ્બરના રોજ થશે, જ્યારે બીજા તબક્કામાં 122 બેઠકો માટે મતદાન થશે.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.