Bihar Election 2020 Results : ભાજપ બોલ્યું- બિહારમાં મળી પૂર્ણ બહુમતી, અમિત શાહ બોલ્યા- આ ડબલ એન્જિનના વિકાસની જીત

Bihar Elections Result LIVE Updates: બિહાર વિધાનસભા સીટના પરિણામ જુઓ લાઈવઃ 55 મતગણતરી કેન્દ્રોમાં 414 હોલ બનાવવામાં આવ્યા છે. આ તમામ કેન્દ્રો પર સવારે 8 કલાકથી મતગણતરીનું કામ શરૂ થઈ જશે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે ત્યાર બાદ ઈવીએમના મતની ગણતરી થશે. બિહારમાં ત્રણ તબક્કામાં 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરે મતદાન થયું હતું.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 10 Nov 2020 11:43 PM

બિહાર ભાજપની પ્રેસ મોડી રાત્રે 11.30 વાગ્યે થઈ હતી. બિહાર ભાજપના પ્રભારી ભૂપેંદ્ર યાદવે કહ્યું, બિહારના આજના પરિણામે જાહેર કર્યું છે કે બિહારમાં વિકાસ, શાંતિ,લોકતંત્ર અને સામાજિક સદભાવ શાષનને નિરંતર રૂપથી જનતાએ પોતાનું સમર્થન આપ્યું છે. એનડીએને ફરી એક વખત પૂર્ણ બહુમત મળ્યું છે. બિહારની જનતાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ.
બિહારમાં અસદુદ્દી ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ સારૂ પ્રદર્શન કર્યું છે. એબીપી ન્યૂઝ સાથે વાતચીતમાં તેમણે કહ્યું સમર્થન પર યોગ્ય નિર્ણય લઈશું.
બિહારમાં અસદુદ્દી ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ સારૂ પ્રદર્શન કર્યું છે. એબીપી ન્યૂઝ સાથે વાતચીતમાં તેમણે કહ્યું સમર્થન પર યોગ્ય નિર્ણય લઈશું.

કૉંગ્રેસના સીનિયર પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરતા કહ્યું કે 'બિહાર ચૂંટણીમાં કેટલી વધારે હેરાફેરી ચાલશે? કિશનગંજમાં કૉંગ્રેસ ઉમેદવાર 1266 મતથી જીત મેળવી ચૂક્યા હતા. ભાજપ ઉમેદવાર પોતાના ઘરે જતા રહ્યા હતા. હવે કૉંગ્રેસ ઉમેદવારને સર્ટિફિકેટ આપવાથી ઈનકાર કરવામાં આવી રહ્યો છે. પ્રજાતંત્રની હત્યા કરી સરેઆમ જનમતનું અપહરણ થઈ રહ્યું છે.'
બિહારમાં NDA અને મહાગઠબંધન વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે. ભાજપની 72 બેઠકો સાથે NDAની કુલ 122 બેઠકો પર આગેકૂચ છે, જ્યારે મહાગઠબંધન 113 બેઠક પર આગળ છે.

બિહારમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડ 97 લાખ મતોની ગણતરી થઈ ગઈ છે. બાદમાં આશરે 13 લાખ મતની ગણતરી હજુ બાકી છે. ચૂંટણી પંચે આ વાતની જાણકારી આપી છે. ચૂંટણી પંચે કહ્યું કે યોગ્ય રીતે બધુ ચાલી રહ્યું છે.
જમુઈ વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર શ્રેયસી સિંહની જીત
જમુઈ વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર શ્રેયસી સિંહની જીત

રાત્રે 10 વાગ્યા સુધી ચૂંટણી પંચના આંકડા મુજબ, બિહારની 146 બેઠકો પર પરિણામની જાહેરાત થઈ ગઈ છે. જેમાં આઈએમઆઈએમ એ 3 બેઠકો પર જીત મેળવી છે. બીએસપીએ 1, BJPએ 41, સીપીઆઈએ 1, સીપીએમ 2, ભાકપા માલે 9, હમ 3 બેઠક, અપક્ષ 1 બેઠક, કૉંગ્રેસ 8 બેઠક, જેડીયૂ 27 બેઠક, આરજેડી 46 બેઠક અને વીઆઈપીએ4 બેઠક પર જીત મેળવી છે.

રાત્રે 10 વાગ્યા સુધી ચૂંટણી પંચના આંકડા મુજબ, બિહારની 146 બેઠકો પર પરિણામની જાહેરાત થઈ ગઈ છે. જેમાં આઈએમઆઈએમ એ 3 બેઠકો પર જીત મેળવી છે. બીએસપીએ 1, BJPએ 41, સીપીઆઈએ 1, સીપીએમ 2, ભાકપા માલે 9, હમ 3 બેઠક, અપક્ષ 1 બેઠક, કૉંગ્રેસ 8 બેઠક, જેડીયૂ 27 બેઠક, આરજેડી 46 બેઠક અને વીઆઈપીએ4 બેઠક પર જીત મેળવી છે.
આરજેડીએ ટ્વિટ કરતા કહ્યું આ એ 119 ઉમેદવારોના નામની યાદી છે જ્યાં ગણતરી પૂર્ણ થયા બાદ મહાગઠબંધન ઉમેદવારે જીત મેળવી છે. રિટર્નિંગ ઓફિસરે તેમને જીતની બધાઈ આપી પરંતુ હવે સર્ટિફિકેટ નથી આપી રહ્યા કહી રહ્યા છે કે તમે હારી ગયા છો. ECIની વેબસાઈટ પર તેમને જીતેલા બતાવ્યા હતા.જનતંત્રમાં આવી લૂંટ નહી ચાલે.


રાતના નવ વાગ્યા સુધી ચૂંટણી પંચના આંકડા મુજબ 89 બેઠકો પર પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. એઆઈએમઆઈએમ એ બે બેઠકો પર જીત મેળવી છે. બીએસપીએ એક, બીજેપીએ 27, સીપીઆઈએ એક, સીપીએમ એક, ભાકપા માલે પાંચ, હમ એક બેઠક, અપક્ષ એક બેઠક, કૉંગ્રેસ સાત બેઠક, જેડીયૂ 17 બેઠક, આરજેડી 24 બેઠક અને વીઆઈપીએ એક બેઠક પર જીત મેળવી છે.

બિહારમાં એઆઈએમઆઈના પ્રદર્શન પર પાર્ટીના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, આ અમારા માટે એક મહાન ક્ષણ છે કારણ કે બિહારના લોકોએ અમને આટલા વોટથી સન્માનિત કર્યા છે. અમારા નેતાઓ અને કાર્યકર્તાઓએ બિહારમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા છે. અમે પોતાના વાયદા પૂરા કરવા માટે તમામ કોશિશ કરશું.

મહાગઠબંધન અને એનડીએ વચ્ચે કાંટે કી ટક્કર ચાલી રહી છે. બિહારમાં આરજેડી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.
રાધોપુર બેઠક પરથી તેજસ્વી યાદવ ભાજપના ઉમેદવાર સતીશ કુમારથી આગળ ચાલી રહ્યા છે.
રાધોપુર બેઠક પરથી તેજસ્વી યાદવ ભાજપના ઉમેદવાર સતીશ કુમારથી આગળ ચાલી રહ્યા છે.
રાધોપુર બેઠક પરથી તેજસ્વી યાદવ ભાજપના ઉમેદવાર સતીશ કુમારથી આગળ ચાલી રહ્યા છે.
હસનપુર બેઠક પરથી તેજપ્રતાપ યાદવ જેડીયૂ ઉમેદવાર રાજ કુમાર રાયથી આગળ ચાલી રહ્યા છે.


ચૂંટણી પંચ મુંજબ, અત્યાર સુધીમાં 28 બેઠકોના પરિણામ જાહેર થયા છે. એવામાં 9 પર ભાજપ, એક પર સીપીઆઈએમ, બે પર કૉંગ્રેસ, પાંચ બેઠક પર જેડીયૂ, આઠ બેઠક પર આરજેડી અને બે બેઠકો પર વીઆઈપીએ જીત મેળવી છે. બિહારમાં વિધાનસભાની કુલ 243 બેઠકો છે.

ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મતગણતરી દરમિયાન કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું છે. 14ની જગ્યાએ સાત ટેબલ જ કાઉન્ટિંગ હોલમાં છે. એવામાં સરેરાશ 35 રાઉન્ડ વોટોની ગણતરી થશે. પરિણામ મોડી રાતે આવી શકે છે.
બિહારમાં એનડીએ સાત બેઠકો પર એક હજાર કરતા ઓછા મતથી આગળ છે. જ્યારે મહાગઠબંધન 10 બેઠકો પર એક હજાર કરતા ઓછા મતથી આગળ છે. એક બેઠક પર અપક્ષ એક હજાર કરતા ઓછા મતથી આગળ છે. બિહારમાં 18 બેઠકો પર એક હજાર કરતા ઓછા મતનું અંતર છે.

લેટેસ્ટ આંકડા મુજબ એનડીએ 125 અને મહાગઠબંધન 108 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ચૂંટણી પંચ મુજબ સાંજે પાંચ વાગ્યા સુધી આઠ બેઠકોના પરિણામ સામે આવ્યા છે. જેમાં ભાજપ બે, કૉંગ્રેસ એક, જેડીયૂ બે અને આરજેડીને બે અને વીઆઈપી પાર્ટીએ એક બેઠક પર જીત મેળવી છે.
બિહાર ભાજપ એસસી મોરચાના અધ્યક્ષ અજિત ચૌધરીએ કહ્યું પાર્ટી કાર્યકર્તાઓની માંગ છે કે ભાજપના મુખ્યમંત્રી બને. તેમણે કહ્યું કે ભાજપ ગઠબંધન ધર્મનું પાલન કરતું આવ્યું છે. જેનું પરિણામ છે કે ભાજપ અને જેડીયૂની લાંબા સમય સુધી બિહારમાં સરકાર રહી છે. પરંતુ હવે પાર્ટીના કાર્યકર્તાઓની ભાવના છે કે પાર્ટીના કોઈ નેતા મુખ્યમંત્રી બને. દરેક પાર્ટીના કાર્યકર્તાઓની આ ભાવના હોય છે. કાર્યકર્તાઓને ભાજપમાં મેનડેટ જોવા મળી રહ્યો છે. ભાજપનો આંકડો વધારે છે.
અત્યાર સુધીના વલણમાં એનડીએએ ફરી 130નો આંકડો પાર કરી લીધો છે. જ્યારે મહાગઠબંધન 101 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જેડીયૂના કાર્યકારી અધ્યક્ષ અશોક ચૌધરીએ એબીપી ન્યૂઝ સાથેની વાત કરતા કહ્યું નીતીશ કુમારના ચહેરા પર બિહારની જનતાએ મતદાન કર્યું છે.
લેટેસ્ટ વલણ અનુસાર, હવે ભાજપ અને જેડીયુની એનડીએ 128 સીટ પર આગળ છે. જ્યારે આરજેડી, કોંગ્રેસ અને લેફ્ટનું મહાગઠબંધન 104 સીટ પર આગળ છે. જ્યારે ચિરાગ પાસવાનની એલજેપી બે સીટ પર અને અન્ય 9 સીટ પર આગળ છે. બહુમત માટે 122 સીટ હોવી જરૂરી છે.
સીટના વલણ પળેપળ બદલાઈ રહ્યા છે. હવે એનડીએ 130 સીટ પર તો મહાગઠબંધન 102 સીટ પર આગળ છે જ્યારે 2 સીટ પર એલજેપી આગળ છે અને અન્યના ખાતામાં 9 સીટ જતી જોવા મળી રહી છે.
લેટેસ્ટ અપટેડઃ હાલના વલણ અનુસાર ભાજપ અને જેડીયૂની એનડીએને 127 અને કોંગ્રેસ, આરજેડી અને લેફ્ટના મહાગઠબંધન 107 સીટ પર આગળ છે. જ્યારે ચિરાગ પાસવાનની એલજેપી એક સીટ અને અન્ય નવ સીટ પર આગળ ચાલી રહ્યા છે.
ક્યાં કોણ આગળઃ હાલના વલણ અનુસાર અનેક વિધાસભા સીટો પર જોરદાર ટક્કર ચાલી રહી છે. બિહારીગંજથી કોંગ્રેસ માત્ર આઠ મતથી આગલ ચાલી રહી છે. કસબામાં એલજેપી પાંચ મતથી આગળ છે. છપરામાં આરજેડી છ મતથી આગળ ચાલી રહી છે. એટલે કે આ સીટો પર જોરદાર ટક્કર ચાલી રહી છે.
કઈ પાર્ટીને કેટલી સીટઃ લેટેસ્ટ વલણ અનુસાર ભાજપ 72, આરજેડી 65, જેડીયુ 47, કોંગ્રેસ 21, લેફ્ટ 19, વીઆઈપી 6 અને અન્ય 11 સીટ પર આગળ છે.
મતગણતરીની વચ્ચે કોંગ્રેસ નેતા ઉદિત રાજે ઈવીએમ પર સવાલ ઉભા કર્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, “જ્યારે મંગળ ગ્રહ અને ચંદ્ર તરફ જતા ઉપક્રમની દિશાને ધરતીને નિયંત્રિત કરી શકાય છે તો ઈવીએમ હેક શા માટે ન થઈ શકે?"
મતગણતરીની વચ્ચે કોંગ્રેસ નેતા ઉદિત રાજે ઈવીએમ પર સવાલ ઉભા કર્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, “જ્યારે મંગળ ગ્રહ અને ચંદ્ર તરફ જતા ઉપક્રમની દિશાને ધરતીને નિયંત્રિત કરી શકાય છે તો ઈવીએમ હેક શા માટે ન થઈ શકે?"
તેજસ્વી ફરી સીટ વધીઃ બપોરે 12 કલાક સુધી આવેલ વલણ અનુસાર તેજસ્વી ફરી એક વખત 100ના આંકડાને પાર કરી ગઈ છે. મહાગઠબંધન હવે 105 સીટ પર આગળ છે. જ્યારે એનડીએ 124 સીટ પર આગળ છે. આ પહેલા એનડીએ 133 સીટ પર આગળ હતી. એટલે ચૂંટણી રસપ્રદ વળાંક પર છે. હવે કોણ જીતશે તે કહેવું હાલમાં મુશ્કેલ છે.
ચૂંટણી પંચના આંકડાઃ ચૂંટણી પંચના વલણ અનુસાર, એનડીએ 131 સીટ પર આગળ છે. જ્યારે મહાગઠબંધન 99 સીટ પર આગળ છે. જોકે હાલમાં અનેક રાઉન્ટની મતગણતરી બાકી છે.
પાછળ થઈ રહ્યું છે મહાગઠબંધનઃ અત્યાર સુધઈના વલણ અનુસાર એનડીએ 127 અને મહાગઠબંધન 103 સીટ પર આગળ છે. ચિરાગ પાસવાનની એલજેપી 6 અને અન્ય 7 સીટ પર આગળ છે. ભાજપ 71, આરજેડી 72, જેડીયુ 50, કોંગ્રેસ 21, લેફ્ટ 11, વીઆઈપી 5 અને અન્ય એક સીટ પર આગળ છે.
લેટેસ્ટ આંકડાઃ અત્યારસુધીના વલણ અનુસાર એનડીએ 123 અને મહાગઠબંધન 106 સીટ પર આગળ છે. ચિરાગ પાસવાનની એલજેપી સાત અને અન્ય પણ સાત સીટ પર આગળ છે. ભાજપ 70, આરજેડી 69, જેડીયુ 47, કોંગ્રેસ 25, લેફ્ટ 12, વીઆઈપી 5 અને અન્ય એક સીટ પર આગળ છે.
ભાજપ ઓફિસમાં બદલાઈ તસવીરઃ રાજધાની પટનામાં ભાજપની ઓફિસમાં સવારે સન્નાટો હતો પરંતુ હવે જ્યારથી વલણમાં એનડીએ મહાગઠબંધનને પછાડી રહી છે ત્યારથી એનડીએ ગ્રુપમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ભાજપ ઓફિસમાં હવે પાર્ટી કાર્યકર્તા ભેગા થવાના શરૂ થયા છે. જ્યારે જેડીયૂ ઓફિસમાં પણ લોકો ‘ફિર સે નીતીશ કુમાર’ના નારા લગાવી રહ્યા છે.
મોટા સમાચારઃ વલણમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. ભાજપ હવે 70 સીટ પર આગળ ચાલી રહી છે. જ્યારે જેડીયૂ 49 સીટ પર આગળ છે. જ્યારે આરજેડી 69 અને કોંગ્રેસ 24 સીટ પર આગળ છે.
એનડીએને ફરી મળ્યો બહુમતઃ વલણમાં એનડીએને ફરી એક વખત બહુમત મળ્યો છે. લેટેસ્ટ વલણ અનુસાર, હવે આરજેડી, કોંગ્રેસ અને લેફ્ટનું મહાગઠબંધન 105 સીટ પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે ભાજપ અને જેડીયૂની એનડીએ 125 સીટ પર આગળ છે. મહાગઠબંધનમાં આરજેડી 70, કોંગ્રેસ 23 અને લેફ્ટ 10 સીટ પર આગળ છે. જ્યારે એનડીએમાં ભાજપ 69, જેડીયૂ, 47, હમ 5 અને વીઆઈપી ચાર સીટ પર આગળ છે.
અત્યાર સુધી 243 સીટનો વલણ સામે આવ્યા છે. લેટેસ્ટ આંકડા અનુસાર હવે કોઈ પણ ગઠબંધનને બહુમત નથી. એનડીએ હવે પાછળ થઈને 121 સીટ પર આવી ગઈ છે. બહુમત માટે 122 સીટની જરૂર છે. જ્યારે મહાગઠબંધન 109 સીટ પર આગળ છે. એલજેપી સાત સીટ પર આગળ છે અને અન્ય 6 સીટ પર આગળ છે.
લેટેસ્ટ વલણ અનુસાર, હવે આરજેડી, કોંગ્રેસ અને લેફ્ટનું મહાગઠબંધન 112 સીટ પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે ભાજપ અને જેડીયૂની એનડીએ 122 સીટ પર આગળ છે. મહાગઠબંધનમાં આરજેડી 91, કોંગ્રેસ 22 અને લેફ્ટ 11 સીટ પર આગળ છે. જ્યારે એનડીએમાં ભાજપ 55, જેડીયુ 49, હમ બે અને વીઆઈપી ચાર સીટ પર આગળ છે.
હસનપુર વિધાનસભા સીટથી લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજપ્રતાપ પાછળ ચાલી રહ્યા છે. દસ વાગ્યા સુધી તે આગળ હતા. જ્યારે હમના ઇમામગંજથી ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી પણ પાછળ થઈ ગયા છે. સવા બે કલાકની મતગણતરી બાદ હવે ભાજપ અને જેડીયૂની એનડીએને બહુમત મળ્યો છે.
મોટો ઉલટફેટઃ સવા બે કલાકની મતગણતરી બાદ હવે ભાજપ અને જેડૂયીના એનડીએને બહુમત મળી ગયો છે. જ્યારે આરજેડી, કોંગ્રેસ અને લેફ્ટનું મહાગઠબંધન સતત પાછળ થઈ રહ્યું છે. હવે એનડીએ 125 અને મહાગઠબંધન 109 સીટ પર આગળ છે. જ્યારે ચિરાગ પાસવાનની એલજેપી સાત અને અન્ય બે સીટ પર આગળ છે.
વલણમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર થયો છે. હવે ભાજપ અને જેડીયૂનું એનડીએ, આરજેડી, કોંગ્રેસ અને લેફ્ટના મહાગઠબંધનથી આગળ છે. એનડીએ હવે 119 અને મહાગઠબંધન 116 સીટ પર આગળ છે. જ્યારે ચિરાગ પાસવાનની એલજેપી 6 અને અન્ય બે સીટ પર આગળ છે.
લેટેસ્ટ વલણમાં હવે આરજેડી કોંગ્રેસ અને લેફ્ટનું મહાગઠબંધન એનડીએથી પાછળ ચાલી રહ્યું છે. મહાગઠબંધન હવે 114 અને એનડીએ 119 પર આગળ ચાલી રહી છે. જ્યારે પાસવાનની એલજેપી 6 સીટ પર આગલ છે. મહાગઠબંધનમાં આરજેડી 91, કંગ્રેસ 22 અને લેફ્ટ 11 સીટ પર આગળ છે. જ્યારે એનડીએમાં ભાજપ 55, જેડીયૂ 49, હમ બે અને વીઆઈપી ચાર સીટ પર આગળ છે.
ચીરાગ પાસવાનની એલજેપી સાત સીટ પર આગળ ચાલી રહી છે.
એનડીએ - 112 (જેડીયૂ 49 અને ભાજપ 52) સીટ પર આગળ
મહાગઠબંધન - 120 (આરજેડી 91, કોંગ્રેસ 22 અને લેફ્ટ 11) સીટ પર આગળ
લેટેસ્ટ વલણ અનુસાર હવે લડાઈ રસપ્રદ થતી જઈ રહી છે. હવે આરજેડી, કોંગ્રેસ અને લેફ્ટની સીટ ઓછી થઈ ગઈ છે.
લેટેસ્ટ વલણ અનુસાર, બસ્કર જિલ્લાની ચાર વિધાનસભા સીટોમાંથી બે પર નીતીશ અને બે પર તેજસ્વી આગળ ચાલી રહ્યા છે. જ્યારે પટના જિલ્લાની 14 વિધાનસભા સીટો પર નીતીશ 6 અને તેજસ્વી 7 સાટ પર આગળ ચાલી રહ્યા છે
રાજધાની પટનામાં આરજેડી નેતા તેજસ્વી યાદવના સમર્થક તેના આવાસની બહાર માછળી લઈને પહોંચ્યા. સમર્થકોનું કહેવું છે કે, માછળી શુભ હોય છે. વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ માછલી લઈને તેજસ્વી યાદવના ઘરની બહાર આવ્યા હતા. તેમણે કહ્યું કે, આ વખતે તેજસ્વી બિહારના મુખ્યમંત્રી બનશે.
રાજધાની પટનામાં આરજેડી નેતા તેજસ્વી યાદવના સમર્થક તેના આવાસની બહાર માછળી લઈને પહોંચ્યા. સમર્થકોનું કહેવું છે કે, માછળી શુભ હોય છે. વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ માછલી લઈને તેજસ્વી યાદવના ઘરની બહાર આવ્યા હતા. તેમણે કહ્યું કે, આ વખતે તેજસ્વી બિહારના મુખ્યમંત્રી બનશે.
તેજસ્વીની આરજેડીને વલણમાં બહુમત માટે હવે માત્ર નવ સીટ જોઈએ છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે મહાગઠબંધન 124 સીટ પર આગળ છે. જ્યારે એનડીએ 111 સીટ પર આગળ છે. હાલમાં આરજેડી 87 અને કોંગ્રેસ 25 સીટ પર આગળ છે. જ્યારે જેડીયૂ 49 અને ભાજપ 56 સીટ પર આગળ છે. હમ 4 અને લેફ્ટ 12 સીટ પર આગળ છે.
વલણમાં તેજસ્વી યાદવને બહુમત મળી ગયો છે. તેજસ્વીની આરજેડીને વલણમાં બહુમત માટે હવે માત્ર નવ સીટ જોઈએ છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે મહાગઠબંધન 124 સીટ પર આગળ છે. જ્યારે એનડીએ 89 સીટ પર આગળ છે. હાલમાં આરજેડી 86 અને કોંગ્રેસ 28 સીટ પર આગળ છે. જ્યારે જેડીયૂ 35 અને ભાજપ 50 સીટ પર આગળ છે. લેફ્ટ 10 સીટ પર આગળ છે.
તેજસ્વીની આરજેડીને વલણમાં બહુમત માટે હવે માત્ર નવ સીટ જોઈએ છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે મહાગઠબંધન 113 સીટ પર આગળ છે. જ્યારે એનડીએ 77 સીટ પર આગળ છે. હાલમાં આરજેડી 82 અને કોંગ્રેસ 18 સીટ પર આગળ છે. જ્યારે જેડીયૂ 35 અને ભાજપ 42 સીટ પર આગળ છે.
અત્યાર સુધીમાં 160 સીટના વલણ સામે આવ્યા છે. લેટેસ્ટ આંકડા અનુસાર મહાગઠબંધન 102 સીટ પર આગળ છે. જ્યારે એનડીએ 59 સીટ પર આગળ છે. હાલમાં આરજેડી 52 અને કોંગ્રેસ 16 સીટ પર આગળ છે. જ્યારે જેડીયૂ 27 અને ભાજપ 28 સીટ પર આગળ છે.
અત્યાર સુધીમાં 130 સીટના વલણ સામે આવ્યા છે. એનડીએ 53 અને મહાગઠબંધન 75 સીટ પર આગળ. એનડીએમાં ભાજપ 27 અને જેડીયૂ 26 સીટ પર આગળ. જ્યારે મહાગઠબંધનમાં આરજેડી 52, કોંગ્રેસ 16 સીટ પર આગળ છે.
50 સીટના વલણ અુસાર, એનડીએ 22 અને મહાગઠબંધન 28 સીટ પર આગળ. એનડીએમાં ભાજપ 12 અને જેડીયૂ 6 સીટ પર આગળ. જ્યારે મહાગઠબંધનમાં આરજેડી 11, કોંગ્રેસ 4 અને લેફ્ટ ત્રણ સીટ પર આગળ છે.
કિશનગંજ અને શેખપુરાથી કોંગ્રેસ આગળ. પૂર્ણિયાથી ભાજપ આગળ. મહાગઠબંધન 14 અને એનડીએ 12 સીટ પર આગળ છે.
બાંકીથી ભાજપના અને સિવાનથી આરજેડી આગળ. એનડીએ 9 અને મહાગઠબંધન 11 સીટ પર આગળ છે. હાલમાં પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે.
વલણમાં હવે કોંગ્રેસ અને આરજેડી મહાગઠબંધન જેડૂયી અને ભાજપના એનડીએ કરતાં આગળ છે. મહાગઠબંધનને હાલમાં 10 અને એનડીએને 9 સીટ મળતી દેખાઈ રહી છે. એનડીએમાં ભાજપ 8 અને જેડૂયી માત્ર 1 સીટ પર આગળ છે.
પ્રથમ વલણમાં એનડીએ આગળ ચાલી રહ્યું છે. ભાજપ 5 સીટ પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે લાલૂની પાર્ટી આરજેડી 2 સીટ પર આગળ છે. હાલમાં જેડીયૂનું ખાતું ખોલ્યું નથી.
આરજેડી નેતા અને તેજસ્વી યાદવના મોટા ભાઈ તેજપ્રતાપ યાદવે ટ્વીટ કરીને લખ્યું છે- તેજસ્વી ભવઃ બિહાર!
આરજેડી નેતા અને તેજસ્વી યાદવના મોટા ભાઈ તેજપ્રતાપ યાદવે ટ્વીટ કરીને લખ્યું છે- તેજસ્વી ભવઃ બિહાર!
મતગણતરી પહેલા તમામ કાઉન્ટિંગ સેન્ટર્સ બહાર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તસવીર રાજધાની પટનાના એક કાઉન્ટિંગ સેન્ટર બહારની છે.
મતગણતરી પહેલા તમામ કાઉન્ટિંગ સેન્ટર્સ બહાર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તસવીર રાજધાની પટનાના એક કાઉન્ટિંગ સેન્ટર બહારની છે.

બ્રેકગ્રાઉન્ડ

Bihar Election Result Live Updates: બિહાર વિધાનસભાની 243 સીટો પર ત્રણ તબક્કામાં પૂરી થયેલ ચૂંટમીના પરિણામ આજે આવવાના છે. રાજ્યમાં મતગણતરી માટે 38 જિલ્લામાં 55 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. 55 મતગણતરી કેન્દ્રોમાં 414 હોલ બનાવાવમાં આવ્યા છે. આ તમામ કેન્દ્રો પર સવારે 8 કલાકથી મતગણતરીનું કામ શરૂ થશે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે. ત્યારબાદ ઈવીએએમની મતગણતરી થશે.

બિહારમાં ત્રણ તબક્કામાં 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરે મતદાન થયું હતું. આજે તમામ તબક્કામાં થયેલ મતદાનની મતગણતરી થશે ત્યાર બાદ નક્કી થશે કે આગામી પાંચ વર્ષ સુધી બિહારની સત્તા કોની પાસે રહેશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.