પટના: બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને આરોપ પ્રત્યારોપને સમય ચાલી રહ્યો છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ લોક જન શક્તિ પાર્ટી સાથે બેઠકોની વહેંચણીને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે બેઠકમાં અમે જેટલી સીટ તેમને આપવા માંગતા હતા તેનાથી વધારે બેઠકો તે માંગી રહ્યા હતા, આ જ કારણે વાત આગળ ન વધી અને લોજપા અલગ ચૂંટણી લડી રહ્યું છે.


લોજપા નેતા ચિરાગ પાસવાન પર કટાક્ષ કરતા સુશીલ મોદીએ કહ્યું, આ લોકો મત કાપવા માટે ચૂંટણી લડી રહ્યા છે. જે મુશ્કેલીથી એક બે બેઠક પણ જીતી નહી શકે, તેઓ કહી રહ્યા છે કે અમારી સાથે મળી સરકાર બનાવશે. તેમણે આગળ કહ્યું કોઈ ભ્રમ ન રહેવો જોઈએ ભાજપ, જેડીયૂ, હમ અને વીઆઈપી સાથે મળીને કામ કરી રહ્યું છે.

સુશીલ મોદીએ લોજપા નેતાઓ પર એ પણ આરોપ લગાવ્યો કે તે જાણી જોઈને ખોટો પ્રચાર કરી રહ્યા છે કે નરેંદ્ર મોદી અને અમિત શાહે તેમને નથી રોક્યા. જ્યારે આ લોકો કહી રહ્યા છે કે તે નીતીશ કુમારને મુખ્યમંત્રી બનવા નહી દે. તેનો મતલબ છે કે લોજપા બિહારમાં ભાજપની સરકાર બને તેવું નથી ઈચ્છતી. સુશીલ મોદીએ કહ્યું દરેક પક્ષ સ્વતંત્ર છે. લોક જન શક્તિ પાર્ટી અલગ ચૂંટણી લડી રહી છે તે તેનો નિર્ણય છે.
ભાજપ નેતા સુશીલ મોદીએ લોજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તે જનતામાં જાણી જોઈ ભ્રમ પેદા કરવા માંગે છે. લોકો તેના ભ્રમમાં નહી આવે. બિહારમાં ગઠબંધનની સરકાર બનશે અને નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી હશે.

બિહારમાં વિધાનસભાની કુલ 243 સીટ છે. રાજ્યમાં 28 નવેમ્બરે પ્રથમ તબક્કામાં 71 સીટ પર, 3 નવેમ્બરે બીજા તબક્કમાં 94 સીટ પર અને 7 નવેમ્બરે ત્રીજા તબક્કામાં 78 સીટ પર વોટિંગ થશે. 10 નવેમ્બરે મત ગણતરી થશે.