નવી દિલ્હી: કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેમણે ખુદને હોમ ક્વોરંન્ટાઈન કરી લીધા છે. આ અંગેની જાણકારી ખુદ ગુલામ નબી આઝાદે ટ્વિટર પર આપી છે.


ગુલામ નબી આઝાદે ટ્વિટ પર લખ્યું કે, “મારો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હોમ ક્વોરંન્ટાઈનમાં છું, જે લોકો છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પ્રોટોકોલનું પાલન કરે.”


ઉલ્લેખનીય છે કે, આ પહેલા કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મોતી લાલ બોરા, અભિષેક મનુ સિંઘવી, તરુણ ગોગોઈ અને આરપીએન સિંહ સહિત અનેક કૉંગ્રેસના નેતાઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.



દેશમાં આજે 66460 નવા કેસ સાથે અત્યાર સુધી કુલ કેસોની સંખ્યા 73,65,111 થઇ છે. બીજી તરફ આજે 73855 લોકો સાજા થતા કુલ સાજા થયેલા લોકાની સંખ્યા 64,47,162 થઇ છે. આજે કોરોનાને કારણે સમગ્ર દેશમાં 868 લોકોના મોત થતાં અત્યાર સુધીનો મૃત્યુ આંક 1,12,090 થયો છે.