Bihar Elections: પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત, 53.54 ટકા થયું મતદાન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Oct 2020 06:39 PM (IST)
પ્રથમ તબક્કામાં કુલ 1066 ઉમેદવારો મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં મુખ્યમંત્રી નીતિશ કુમારની જેડીયુ 71માંથી 35 સીટ, સહયોગી ભાજપ 29 સીટ પર ચૂંટણી લડી રહી છે. આરજેડી 42 સીટ અને કોંગ્રેસ 20 સીટ પર ચૂંટણી લડી રહી છે.
બિહાર: બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે બુધવારે 71 વિધાનસભા બેઠક પર કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે મતદાન સમાપ્ત થયું હતું. તેની સાથે જ 1066 ઉમેદવારોની ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે. સાંજે 6 વાગ્યા સુધી પ્રાપ્ત આંકડા અનુસાર 53.54 ટકા મતદાન થયું હતું. 16 જિલ્લાની 71 વિધાનસભા સીટ પર પ્રથમ તબક્કામાં કુલ 1066 ઉમેદવારો મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં મુખ્યમંત્રી નીતિશ કુમારની જેડીયુ 71માંથી 35 સીટ, સહયોગી ભાજપ 29 સીટ પર ચૂંટણી લડી રહી છે. આરજેડી 42 સીટ અને કોંગ્રેસ 20 સીટ પર ચૂંટણી લડી રહી છે. આજે સવારે પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને લખ્યું, બિહાર વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું વોટિંગ છે. તમામ મતદારોને મારો આગ્રહ છે કે કોવિડ સંબંધી સાવધાનીને ધ્યાનમાં રાખીને લોકતંત્રના આ પર્વમાં પોતાની હિસ્સેદારી નક્કી કરી. માસ્ક જરૂર પહેરો. યાદ રાખો, પહેલા મતદાન, બાદમાં જલપાન.