આઇઝોલઃ મિરોઝમમાંક રોના વાયરસથી પ્રથમ મોત થયું છે.  અત્યાર સુધી મિઝોરમ કોરોનાથી એકપણ મોત ન થયું હોય તેવું દેશનું એકમાત્ર રાજ્ય હતું. 66 વર્ષીય પુરુષની છેલ્લા 10 દિવસથી ઝોરામ મેડિકલ કોલેજમાં સારવાર ચાલતી હતી. મિઝોરમમાં કોરોનાથી મોત થયાની જાણકારી સ્વાસ્થ્ય અધિકારીએ આપી હતી.

મિઝોરમમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ 24 માર્ચના રોજ સામે આવ્યો હતો. નેધરલેન્ડના પ્રવાસેથી પરત ફરેલા 52 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઝોરામ મેડિકલ કોલેજમાં 45 દિવસની સઘન સારવાર બાદ તે કોરોના મુક્ત થયો હતો.



મિઝોરમમાં અત્યાર સુધી 2607 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં 80 લોકોને ચેપ લાગ્યો છે. જેમાંથી 27 વિદ્યાર્થી, 11 સેનાના જવા અને મિઝોરમ આર્મ્ડ પોલીસના એક કર્મી સામેલ છે. અધિકારીના જણાવ્યા મુજબ સેનાના જવાન અને એમએપી કર્મી અન્ય રાજ્યથી પરત ફર્યા હતા.

કોરનાના વધતા સંક્રમણને જોતાં મિઝોરમની રાજધાની આઈઝોલના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મંગળવારે સવારે 4.30થી લઈ 3 નવેમ્બર સવારે 4.30 કલાક સુઝી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નિવેદન બહાર પાડીને જણાવાયું કે, આ નિર્ણય રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અને ગૃહ મંત્રી સાથે એક ઇમરજન્સી મીટિંગ કરીને લેવામાં આવ્યો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,893 નવા કેસ અને 508 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 79,90,322 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1,20,010 થયો છે. દેશમાં હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 6,10,803 છે અને 72,59,439 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

આરોગ્ય સેતુ એપ કોણે બનાવી ? સૂચના આયોગે મંત્રાલય સહિત અનેક લોકોને મોકલી નોટિસ, જાણો શું  છે મામલો