પટના: બિહારમાં પૂરનો કહેર યથાવત છે. બિહારમાં 16 જિલ્લાની 73 લાખ જેટલી વસ્તી પૂરથી પ્રભાવિત છે. રાજ્ય સરકાર દ્વારા પૂરગ્રસ્ત લોકો માટે બચાવ અને રાહત કાર્ય ચલાવવામાં આવી રહ્યાં છે. રાજ્યના 14 જિલ્લામાં એનડીઆરએફની કુલ 23 ટીમો રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલી છે. એનડીઆરએફની ટીમે પૂરમાં ફસાયેલા 11 હજારથી વધુ લોકોને બચાવીને સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યા છે.
પટનાના બિહટા સ્થિત 9મી બટાલિયન એનડીઆરફેના કમાન્ડેટ વિજય સિન્હાએ શનિવારે જણાવ્યું કે, પૂરમાં ફસાયેલા લોકો માટે બચાવ ઓપરેશન હાલમાં સારણ અને દરભંગા જિલ્લામાં એનડીઆરએફ ટીમો દ્વાર ચલાવવામાં આવી રહ્યું છે.
એનડીઆરએફ ચીમ પૂરગ્રસ્ત વિસ્તારમાં સિવિલ મેડિકલ ટીમોને પણ મોટર બોટથી પહોંચાડવામાં મદદ કરી રહી છે. જેનાથી જરૂરિયાતમંદ લોકોને સારવારની સુવિધા મળી રહે.
બિહારમાં પૂરનો કહેર યથાવત, NDRFએ પૂરમાં ફસાયેલા 11 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2020 09:07 AM (IST)
બિહારમાં 16 જિલ્લાની 73 લાખ જેટલી વસ્તી પૂરથી પ્રભાવિત છે. રાજ્ય સરકાર દ્વારા પૂરગ્રસ્ત લોકો માટે બચાવ અને રાહત કાર્ય ચલાવવામાં આવી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -