આરાઃ કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો અને રસીની શોધ બાદ લોકો કોરોના વાયરસને લઈને બેદરકાર થઈ રહ્યા છે. સામાન્ય લોકો જ નહીં પણ નેતાઓ પણ હાલમાં કોરોનાને લઈને બેદરકાર જોવા મળી રહ્યા છે. હાલમાં જ બિહારના આરામાં રવિવારે સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે ભાજપના કાર્યક્રમ ખેડૂત સમ્મેલનમાં સામેલ થયા હતા. પરંતુ મંત્રીજી ખુદ માસ્ક વગર જોવા મળ્યા હતા. એટલું જ નહીં સમ્મેલનમાં હાજર મોટા ભાગના લોકોએ માસ્ક પહેર્યું ન હતું. જે સ્પષ્ટ રીતે બેદરકારી જોવા મળી છે.


જ્યારે સમ્મેલનમાં સામેલ થયેલ મંત્રી મંગલ પાંડેએ કહ્યું કે, અમે ચૂંટણી સમયે કહ્યું હતું કે જો અમને બિહારના લોકોની સેવા કરવાની બીજી તક મળશે તે બિહારના લોકોને કોરાની રસી ફ્રીમાં આપવામાં આવશે. હવે તેની તૈયારી શરૂ થઈ ગઈ છે. જ્યારે તેમણે સમ્મેલનમાં હાજર લોકોને કહ્યું કે, આરામાં રહેતા લોકો નિડર થઈ ગયા છે. કોરોના લગભગ ખત્મ થઈ ગયો છે કારણ કે અહીં કોઈએ પણ માસ્ક પહેર્યું નથી. જો કોરોના હોત તો લોકો માસ્ક પહેરીને આવ્યા હોત.

જ્યારે કાર્યક્રમ દરમિયાન વિપક્ષ પર કટાક્ષ કરતાં કહ્યું કે, આરજેડીએ સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય બધાએ મળીને વિકાસનો સવાલ ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે ફ્રી કોરોના રસી લગાવવા માટે આ જાહેરાત ખોટી છે. સરકાર બનવા પર રસી ફ્રીમાં આપવામાં નહીં આવે, પરંતુ અમે અમારી પાત સાચી સાબિત કરી બતાવી.