પટનાઃ બિહારની રાજધાની પટનામાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે રાજ્યના તમામ હિસ્સામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરીને ઓરેંજ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે 3 અને 4 ઓક્ટોબર માટે પટના, વૈશાલી, ખગડિયા અને બેગૂસરાય જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. પટનામાં ડીએમ કુમાર રવિએ તમામ સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે.


પટનાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં સતત રાહત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સ્વયંસેવી સંસ્થાઓ અને સરકાર દ્વારા રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પટના અને અન્ય વિસ્તારોમાં વરસાદ બાદ ઉભી થયેલી સ્થિતિના કારણે નીતિશ કુમારની સરકાર પર પ્રશ્નો ઉઠ્યા છે. શહેરના પોશ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગલી-મહોલ્લામાં હોડી ફરી રહી છે.


બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે અખબારોમાં વિજ્ઞાપન આપીને લોકોને મુખ્યમંત્રી રાહત કોષમાં યોગદાન આપવાની અપીલ કરી છે. નીતિશ કુમારે પૂરને કુદરતી આફત ગણાવીને લોકોને ફંડ આપવા અપીલ કરી છે.

આ ફેનના ટેટુ જોઈને કોહલી રહી ગયો હેરાન, શરીર પર છે વિરાટના રેકોર્ડ્સનું લિસ્ટ, જાણો વિગત

નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડની જોગવાઈના વિરોધમાં અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાલ, હજારો મુસાફરો અટવાયા

હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કર્યા 84 ઉમેદવારોના નામ, જાણો કયા દિગ્ગજ નેતાનું કપાયું પત્તુ