નવી દિલ્હીઃ કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યુ છે. કોંગ્રેસે 90માંતી 84 સીટ પર ઉમેદવારો જાહેર કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર હુડ્ડાને ગઢી સાંપલા-કિલોઈ, રણદીપ સુરજેવાલાને કૈથલ, કુલદીપ બિશ્નોઈને આદમપુર અને તોશામથી કિરણ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે.


કોંગ્રેસે વર્તમાન 17 ધારાસભ્યોમાંથી 16ને ફરી ટિકિટ આપી છે. પૂર્વ મુખ્યમંત્રી ભજનલાલના બંને દીકરાને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ હિસારથી આદમપુર સીટની કુલદીપ બિશ્નોઈ અને તેના ભાઈ ચંદ્ર મોહનને પંચકૂલા સીટથી મેદાનમાં ઉતાર્યા છે.


આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી બંસીલાલના દીકરા અને વહુને પણ પાર્ટીએ ટિકિટ આપી છે. જેમાં રણવીર મહિન્દ્રાને બડહરા સીટથી અને કિરણ ચૌધરીને તોશામ સીટથી મેદાનમાં ઉતાર્યા છે. પૂર્વ વિધાનસભા અધ્યક્ષ કુલદીપ શર્માને ગનૌર વિધાનસભા સીટથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે હરિયાણા કોંગ્રેસ પ્રમુખ શૈલજા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક તંવરનું નામ લિસ્ટમાં નથી.


હરિયાણામાં 21 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.