પટનાઃ  દેશમાં અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગોવા, ઓડિશા, કર્ણાટક, હરિયાણા જેવા રાજ્યો લોકડાઉનની (Lockdown) જાહેરાત કરી ચુક્યા છે. જેમાં વધુ એક રાજ્યનો ઉમેરો થઈ શકે છે. બિહારમાં કોરોના વાયરસના (Bihar Corona Cases)વધી રહેલા કેસના કારણે સરકાર તેના પર કાબુ મેળવવાની યોજના બનાવી રહી છે.

આ સંદર્ભે આજે 11.30 કલાકે ક્રાઇસિસ મેનેજમેન્ટની બેઠક યોજાશે. જેમાં 15  મે સુધી લોકડાઉન લગાવવાનો ફેંસલો લેવામાં આવી શકે છે. રાજ્યમાં કોરોના સંક્રમણની ચેન તોડવા આ ફેંસલો લેવામાં આવે તેમ માનવામાં આવી રહ્યું છે. બિહારમાં કોરોના સંક્રમણના કારણે વણસેલી સ્થિતિ પર પટના હાઇકોર્ટે (High Court) પણ નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે નીતિશ સરકારને (Nitish Kumar) લોકડાઉન લગાવવા અંગે શું તૈયારી છે તે અંગે પૂછ્યું હતું. આ મામેલે કોર્ટે સરકારને આજે જવાબ આપવા કહ્યું છે.

મુખ્યમંત્રીએ બિનજરૂરી રીતે બહાર નીકળતાં લોકો પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત કોરોના સંક્રમણ પ્રત્યે લોકોને સતર્ક અને સજાગ કરવા માટે નિરંતર અભિયાન ચલાવવા આદેશ આપ્યો છે.
સોમવારે બિહારમાં કોરોનાના 11407 નવા મામલા સામે આવ્યા હતા અને 82 લોકોના મોત થયા હતા. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 1,07,667 છે અને રિકવરી રેટ (Recovery Rate) 78.29 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2821 લોકોના કોરોનાથી મોત થયા છે.

દેશમાં એક્ટિવ કેસ 34 લાખને પાર

 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,57,299 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3449 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,20,289 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  બે કરોડ 2 લાખ 82 હજાર 833

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 66 લાખ 13 હજાર 292

કુલ એક્ટિવ કેસ - 34 લાખ 47 હજાર 133

કુલ મોત - 2 લાખ 22 હજાર 408

છેલ્લા ત્રણ દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

કેસ

મોત

3 મે

3,68,147

3417

2 મે

3,92,498

3689

1 મે

4,01,993

3523