Pappu Yadav Statement on Lawrence Bishnoi: બિહારના પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવ મુંબઈ જઈ રહ્યા છે. આ જાણકારી તેમણે રવિવારે (20 ઓક્ટોબર) એક્સ (X) પર પોસ્ટ કરીને આપી છે. થોડા દિવસો પહેલા જ મુંબઈમાં બાબા સિદ્દીકી (Baba Siddiqui)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જોકે પપ્પુ યાદવે તેમની પોસ્ટમાં મુંબઈ જવાનું કારણ જણાવ્યું નથી પરંતુ ચેતવણી આપતા લખ્યું છે, "આવી રહ્યો છું મુંબઈ... બધાને ઓકાત બતાવીશ."


સાંસદ પપ્પુ યાદવે તેમની પોસ્ટમાં લખ્યું છે, "જુઓ હું કોઈ ટ્રોલરને જવાબ આપતો નથી, હા તેમને બેનકાબ જરૂર કરું છું. બિહારમાં સો લોકો ઝેરી દારૂથી મર્યા, 50 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે, મીડિયા મૌન છે તો હું પણ તેમના પર વાત ન કરું અને અપરાધીઓ પર ચર્ચા કરું? આવી રહ્યો છું મુંબઈ, બધાને ઓકાત બતાવીશું!" આ પોસ્ટ દ્વારા ઇશારામાં સાંસદ પપ્પુ યાદવે ઘણું બધું કહી દીધું છે.


કઈ વાત પર થઈ રહ્યું છે ટ્રોલ?


પૂર્ણિયા સાંસદે તેમની પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે કે તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. હવે મોટો સવાલ એ છે કે મુંબઈ જવા અને ટ્રોલ કરવાનો શું સંબંધ છે? વાસ્તવમાં ગત શનિવારે (19 ઓક્ટોબર) પટનામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પપ્પુ યાદવને લોરેન્સ બિશ્નોઈ ગેંગ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તે પર પપ્પુ યાદવ જવાબ આપવાને બદલે પત્રકાર પર જ ભડકી ગયા હતા. સવાલ સાંભળીને કહ્યું હતું કે, "મેં પહેલાં જ કહી દીધું હતું તમે નહીં પૂછશો. તમે વધારે તેજ ન બનો." આ નિવેદન બાદ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.






શું છે ટ્રોલ કરવા પાછળનું કારણ?


મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા બાદ પપ્પુ યાદવે 13 ઓક્ટોબરે એક પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે કાયદો અનુમતિ આપે તો તેઓ 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો અંત લાવી દેશે. એક તરફ તેમનું આ નિવેદન અને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે મૌન સાધી લીધું. આ કારણે તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. જોકે પપ્પુ યાદવે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એટલું જરૂર કહ્યું હતું કે, "અમારે જે કહેવાનું હતું તે ટ્વીટથી કહી દીધું. જે જવાબ આપવાનો હશે તે મુંબઈમાં આપીશું. જઈ રહ્યા છીએ 24 તારીખે. તમે પપ્પુ યાદવને જીવન જીવવાનું શીખવશો નહીં."


આ પણ વાંચોઃ


નાગરિકતા પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો! વિદેશ જઈને વસેલા લોકોના બાળકો નાગરિકતા નહીં મેળવી શકે