Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દૂર્ઘટનાનો શિકાર થતાં માંડ માંડ બચ્યા છે. સોમવારે (9 સપ્ટેમ્બર) સીએમ નીતિશ કુમાર બાર અને મોકામા પહોંચ્યા હતા. સીએમ નીતિશ કુમારે બારહના બેલછી બ્લૉકમાં ઘણી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પછી મુખ્યમંત્રીનો કાફલો બ્લૉક ઓફિસથી નીકળી રહ્યો હતો તે સમયે જ ત્યાં બનાવેલો વેલકમ ગેટ તૂટી પડ્યો હતો. આ દૂર્ઘટના જોઇને સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા હતા અને સીએમનો કાફલો થોડીવાર માટે રોકાઇ ગયો હતો. સુરક્ષા અધિકારીઓ અને કેટલાક લોકો ઉતાવળે દોડી ગયા અને ગેટ ઉંચો કરી લીધો હતો.
ખાસ વાત છે કે, આ અકસ્માત સમયે મુખ્યમંત્રી નીતિશ કુમારની કાર પાછળ હતી. કાફલામાં બાકીના અધિકારીઓની કાર આગળ હતી. વેલકમ ગેટ પડ્યો ત્યારે સીએમના કાફલામાં સામેલ એક વાહન નજીકમાં હતું. જોકે, સ્વાગત ગેટ તુટી પડે તે પહેલા જ ડ્રાઈવરે વાહન રોકી દીધું હતું. આ પછી સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા હતા અને ત્યારબાદ ગેટ રિપેર કરવામાં આવ્યો હતો અને પછી કાફલો બહાર આવ્યો હતો.
અનંતસિંહ સાથે પણ થઇ સીએમ નીતિશ કુમાર સાથે મુલાકાત
એવું કહેવાય છે કે મુખ્યમંત્રી અહીંથી મોકામા વિધાનસભા ક્ષેત્ર સહિત પૂર વિસ્તારની મુલાકાત લેવા માટે રવાના થયા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે સૌપ્રથમ બખ્તિયારપુર-મોકામા ફોર લેન રોડ અને તાજપુર-કરજણ રોડ લિંક રોડ પરના રેલવે ઓવરબ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી મુખ્યમંત્રીએ નવનિર્મિત બેલછી બ્લૉક કમ ઝૉનલ ઓફિસનું ઉદઘાટન કર્યું હતું. આ દરમિયાન સ્વાગત ગેટ પડી ગયો. બેલછીથી પરત ફરતી વખતે તેઓ અનંત સિંહના ગામ લડમા ગયા હતા જ્યાં તેઓ પૂર્વ ધારાસભ્યને મળ્યા હતા.
પૂર પછી મોકામા પહોંચેલા મુખ્યમંત્રીએ ઓન્ટા-સિમરિયા ગંગા સિક્સ લેન બ્રિજ, ગંગા ઉદવાહ પ્રૉજેક્ટ અને ડબલ ટ્રેક મેગા રેલ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી મરાંચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત ઈમારતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય મંત્રી લલનસિંહ અને પૂર્વ મંત્રી નીરજકુમાર પણ હાજર હતા. આ પછી સમારંભ પૂરો થતાં જ મુખ્યમંત્રી નીતિશ કુમાર મરાંચી હાઈસ્કૂલમાં પહેલાથી જ હાજર હેલિકોપ્ટરમાં પટના જવા રવાના થઈ ગયા.
આ પણ વાંચો