Bihar Politics: બિહારની રાજનીતિમાંથી વધુ એક મોટું અપડેટ સામે આવ્યુ છે. નીતિશ કુમાર ફરી એકવાર અને બિહારના નવમીવાર મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. તેઓ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળ્યા છે અને એનડીએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કુલ 128 ધારાસભ્યોના સમર્થન લેટરો સબમિટ કરવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 5 વાગ્યે યોજાશે. આ દરમિયાન નીતિશ કુમારની સાથે સમ્રાટ ચૌધરીને ડેપ્યુટી સીએમ બનાવવાની ચર્ચા ચાલી રહી છે. બિહારમાં કુલ 9 લોકો શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે, જેમના સંભવિત નામ નીચે મુજબ છે.
કહેવામાં આવી રહ્યું છે કે, કુલ 9 લોકો શપથ લેશે. તેમના સંભવિત નામો નીચે આપેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે જેડીયુમાંથી 3 અને બીજેપીના 3 મંત્રી હશે. વળી, એક અપક્ષ અને જીતનરામ માંઝીના હિન્દુસ્તાની આવામ મોરચાના એક મંત્રી પણ શપથ લઈ શકે છે. સંભવિત સૂચિ નીચે મુજબ છે.
જુઓ અહીં સંભવિત નામો.....
- નીતિશ કુમાર
- સમ્રાટ ચૌધરી
- વિજય સિંહા
- ડૉ પ્રેમ કુમાર
- વિજય કુમાર ચૌધરી
- વિજેન્દ્ર પ્રસાદ યાદવ
- શ્રવણ કુમાર
- સંતોષ કુમાર સુમન
- સુમિત કુમાર સિંહ
ભાજપ-જેડીયુની બેઠક
નીતિશ કુમારના રાજીનામા બાદ જેડીયુ અને બીજેપીના ધારાસભ્યોની સીએમ આવાસ પર બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નીતિશ કુમારને NDA ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ બેઠક બાદ નીતિશ કુમાર અને સમ્રાટ ચૌધરી સહિત અન્ય નેતાઓ રાજભવન ગયા હતા. અહીં તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
નીતિશ કુમાર હવે 9મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. જીતન રામ માંઝીની પાર્ટી હમ પણ નવી સરકારમાં સામેલ થશે.આ દરમિયાન ભાજપના ધારાસભ્યોની બેઠક પણ ચાલી રહી હતી. આ બેઠકમાં વિજય સિંહા અને સમ્રાટ ચૌધરી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.સમ્રાટ ચૌધરી કુશવાહ જાતિમાંથી આવે છે, જ્યારે વિજય સિંહા ભૂમિહાર જાતિના છે. ભાજપ આ બંને જ્ઞાતિઓને સાધવામાં વ્યસ્ત છે.