પટના: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે (Nitish Kumar) મંગળવારે પેટા ચૂંટણીને લઈ સભા સંબોધી હતી. તેમણે જનતાને એનડીએ (NDA)ના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી હતી. જ્યારે પ્રચાર પરથી પરત ફર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે લાલૂ પ્રસાદ યાદવ (Lalu Yadav) ના સંબંધમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, લાલૂ યાદવ ઈચ્છે તો મને ગોળી મરાવી દે. તે આ જ કરી શકે. તેનાથી વધારે તેમનાથી કંઈ ન થઈ શકે.

Continues below advertisement

આ પહેલા, લાલૂ યાદવે કહ્યું હતું કે તેઓ નીતિશ કુમારનું વિસર્જન કરવા પટના આવ્યા છે. જ્યારે પત્રકારોએ તેમને આ અંગે સવાલ કર્યો તો તેમણે આ વાત કહી. મુખ્યમંત્રીએ કહ્યું કે, "લાલુ યાદવ પ્રચાર કરવા જવા માંગે છે તો જાય, તેમનાથી અમારે શું મતલબ છે,  જે કરવું હોય તે કરતા રહે. અમને કામ કરવાનો મોકો મળ્યો છે તો દરેક ક્ષેત્રમાં કામ થઈ રહ્યું છે. કોરોનાના સમયમાં પણ રોજગારના ક્ષેત્રમાં કામ થયું. પરંતુ જેમને કંઈ ખબર નથી હોતી તેઓ બોલતા રહે છે.

બિહારમાં પેટાચૂંટણી નજીક આવતા જ રાજકીય નિવેદનોનો દોર શરૂ થઈ ગયો છે. આરજેડી (RJD) પ્રમુખ લાલુ યાદવ (Lalu Yadav) અને મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar) વચ્ચેની બયાનબાજી તેજ થઈ ગઈ છે. લાલુ યાદવે કહ્યું હતું કે તેઓ બે બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં પ્રચાર કરશે. આ સાથે તેમણે કહ્યું હતું કે તેઓ એ પણ સુનિશ્ચિત કરશે કે એનડીએ (NDA) અને નીતીશ કુમારને ડૂબાડી શકાય.

Continues below advertisement

નીતિશ કુમારે સોમવારે કુશેશ્વરસ્થાન અને તારાપુરમાં ચૂંટણી જનસભાને સંબોધી હતી. આ સાથે તેમણે લાલુ યાદવ પર નિશાન સાધ્યું. લાલુ યાદવે કહ્યું છે કે તેમની પાર્ટી બંને બેઠકો જીતશે. જેના જવાબમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, દાવો કરવામાં શું જાય છે. અમે જાણીએ છીએ કે જ્યારે લોકોએ તેમને તક આપી ત્યારે તેમણે સેવા કરી ન હતી. તેમનું કામ માત્ર બોલવાનું છે. તે જે ઈચ્છે તે બોલી શકે છે. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમે તેમના શબ્દો પર ધ્યાન આપતા નથી.