મુઝફ્ફરપુરઃ પોતાના સ્વાદ માટે ફેમસ મુઝફ્ફરપુરની 'શાહી લિચી' પાકીને તૈયાર થઇ ગઇ છે. પોતાની મીઠાસ માટે જગપ્રસિદ્ધ આ 'શાહી લિચી' હવે પોતાના મિઝાજ પર આવી ચૂકી છે. જેથી લૉકડાઉનના કપરા સમયમાં લોકો સુધી 'શાહી લિચી'ને પહોંચાડવાનુ કામ હવે પૉસ્ટ ડિપાર્ટમેન્ટે માથે લીધુ છે.
ખેડૂતોની સમસ્યાના સમાધાન માટે પૉસ્ટ વિભાગ આગળ આવ્યુ છે, પૉસ્ટ વિભાગે એક અભિયાન શરૂ કર્યુ છે, એટલે કે હવે પૉસ્ટ ઓફિસના માધ્યમથી 'શાહી લિચી' દેશના ખુણે ખુણે દરેકના ઘરે પહોંચશે.
દેશભરમાં લોકોને પૉસ્ટ વિભાગ 'શાહી લિચી' પહોંચાડશે. આ માટે મુઝફ્ફરપુર ઉદ્યાન વિભાગ અને પૉસ્ટ ઓફિસની વચ્ચે કરાર થયો છે. જો તમે 'શાહી લિચી'નો સ્વાદ લેવા માંગતા હોય તો પૉસ્ટ વિભાગ તમારા ઘર સુધી 'શાહી લિચી' પહોંચાડશે.
આ માટે ઓનલાઇન પોર્ટલ અને ટૉલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, વેપારી કે ગ્રાહક આના પર પોતાનો ઓર્ડર આપશે. પૉસ્ટ વિભાગ ઉદ્યાન વિભાગ સાથે સંપર્ક કરશે, બાદમાં ઓર્ડરનુ પેકિંગ કરવામાં આવશે. ડિલીવરી માટે આપવામાં આવેલા સરનામા સુધી પહોંચાડવાની જવાબદારી પૉસ્ટ મેનની હશે.
ખરેખરમાં, લૉકડાઉનના કારણે ખેડૂતો નુકશાનની આશંકાથી પરેશાન હતા, આ કારણે વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો છે. લૉકડાઉનમાં આ પહેલા પૉસ્ટ વિભાગે દવાઓ અને જરૂરી વસ્તુઓ લોકો સુધી પહોંચાડી છે.
લૉકડાઉનમાં પૉસ્ટ વિભાગે શરૂ કરી 'શાહી લિચી'ની હૉમ ડિલીવરી, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 May 2020 10:31 AM (IST)
ખેડૂતોની સમસ્યાના સમાધાન માટે પૉસ્ટ વિભાગ આગળ આવ્યુ છે, પૉસ્ટ વિભાગે એક અભિયાન શરૂ કર્યુ છે, એટલે કે હવે પૉસ્ટ ઓફિસના માધ્યમથી 'શાહી લિચી' દેશના ખુણે ખુણે દરેકના ઘરે પહોંચશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -