20થી 25 મે સુધીના આંકડા જાણો
ભ્રમર મુખર્જીએ આ આંકલનને સમજાવવા માટે છેલ્લા 5 દિવસ એટલે કે 20થી 25 મે સુધીના કોરોનાના નવા કેસ સાથે જોડાયેલ આંકડા જાણવા ખૂબ જ જરૂરી છે.
- 20 મેના રોજ 5611 નવા કોરોનાના કેસ સામે આવ્યા.
- 21મેના રોજ 5609, 22 મેના રોજ 6088
- 23મેના રોજ 6654 કેસ
- 24મેના રોજ 6767 કેસ
- અને 25 મેના રોજ કોરોનાના 6977 નવા કેસ સામે આવ્યા.
એટલે કે 20થી 25 મેની વચ્ચે દરરોજ સરેરાશ 6200 નવા કેસ સામે આવ્યા છે. જો આ રીતે કેસ વધતા રહેશે તો 26મેથી 1 જુલાઈની વચ્ચે એટલે કે 36 દિવસમાં અંદાજે 2,32,200 નવા કોરોનાના કેસ સામે આવી શકે છે. જો 25 સુધી કોરોનાના કુલ કેસને જોડવામાં આવે તો 1 જુલાઈ સુધી કોરોનાના દર્દીની સંખ્યા 3,62,045 પર પહોંચી જશે.
26 મેથી દરરોજ કોરોનાના સરેરાશ 10 હજાર કેસ આવવાનો અંદાજ
26 મેથી દરરોજ કોરોનાના સરેરાશ 10,032 કેસ સામે આવશે. એટલે કે 1 જુલાઈ સુધી કુલ કોરોના દર્દીની સંખ્યા અંદાજે 5 લાખ પહોંચી જશે. સ્થિતિ વધારે ખરાબ થશે તો ભારતમાં વધુમાં વધુ 21 લાખ લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે .
ભ્રમર મુખર્ચીના રીપોર્ટમાં જરૂરી વાત એ છે કે તેને 14 એપ્રિલ સુધીના આંકડાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. ભારતમાં લોકડાઉનના ત્રીજા તબક્કા દરમિયાન ભ્રમર મુખર્જીના રીપોર્ટનું રિવીઝન ચાલી રહ્યું હતું.