પટના: બિહારમાં આરજેડીના ધારાસભ્ય બીરેન્દ્ર સિંહના પુત્ર કુણાલ પ્રતાપે રોડ રેજ કેસમાં એક યુવક પર હુમલો કર્યો છે.  શુક્રવારે ઔરંગાબાદના ઓબરા પાસે એક યુવકે કાર ઓવરટેક ન કરવા દેતા કુણાલ પ્રતાપે તેના પર છરા મારીને હુમલો કર્યો હતો.


આ ઘટના બાદ પીડિતને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હજી તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.



આરજેડીના ધારાસભ્ય બિરેન્દ્ર સિંહાએ એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમના દિકરાનો આ ઘટનામાં કોઈ હાથ નથી. તે યુવકે પોતાની જાતને બ્લેડ મારીને ઈજા પહોંચાડી હતી અને હવે મારા દિકરા પર આરોપ લગાવે છે.

મારી રાજકીય છબિને બગાડવા માટેના આ કાવતરા છે. મને વિશ્વાસ છે કે મારો દિકરો નિર્દોષ છે અને પોલીસ આ કેસની તપાસ કરે, સત્ય બહાર આવી જ જશે.

આ દરમિયાન વિપક્ષે આ ઘટનાને જંગલ રાજ કહી નિંદા કરી છે. સાથે જ કુણાલ સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીની શુક્રવારે રાત્રે અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. શનિવારે સવારે આરજેડીના સમર્થકોએ ઓબરા પોલીસ સ્ટેશનની બહાર હોબાળો કરીને કુણાલને છોડી મૂકવા માટે પોલીસ પર દબાણ કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે સાત મેના રોજ જેડીયુના મનોરમા દેવીના દિકરા રોકી યાદવે આદિત્ય નામના યુવકે તેની કાર ઓવરટેક કરતા ગોળી મારી હત્યા કરી દીધી હતી. રોકીએ આદિત્યને તેની કારમાં ઘૂસીને ઈટલી મેડ બરેટ્ટા પિસ્ટલથી ગોળી મારી દીધી હતી. જે બાદ તે ફરાર થઈ ગયા બાદ બિહાર પોલીસે તેની શોધી તેની ધરપકડ કરી હતી.