નવી દિલ્હીઃ જાહેરાતને લઈને કેજરીવાલ સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે. ભારત સરકારની કન્ટેન્ટ રેગ્યુલેશન કમિટીએ દિલ્હી સરકાને જાહેરાતના મામલે નિયમોની અવગણના કરવાના મામલે દોષી ઠેરાવી છે અને જાહેરાતના રૂપિયા પક્ષ પાસેથી લઈને દિલ્હી સરકારના ખાતામાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

કેન્દ્રની કન્ટેન્ટ રેગ્યુલેશન કમિટીએ આમ આદમી પાર્ટીને તમામ જાહેરાત પર કરવામાં આવેલ ખર્ચ સરકારી ખજાનામાં પરત જમા કરાવવાનો આદેશ આપ્યો છે. સમગ્ર દેશમાં આપે જાહેરાત પર કુલ 18 કરોડ 47 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જે હવે આપે દિલ્હી સરકારના ખજાનામાં જમા કરાવવાના રહેશે.

કમિટીએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય માકનની અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે, દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પક્ષની છબી બનાવા માટે સાર્વજનિક રૂપિયાનો ખોટો ઉપયોગ જાહેરાત પર કર્યો છે. આ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન છે.