પટના: કોરોના વાયરસની મહામારીના કારણે દેશમાં શાળાઓ બંધ છે. છેલ્લા છ મહીના કરતા વધારે સમયથી સ્કૂલ બંધ છે. કોરોના મહામારીના માહોલ વચ્ચે બિહારમાં આજથી સરકારી અને ખાનગી શાળાઓ શરૂ થઈ ગઈ છે. શાળાઓ શરૂ કરવામાં આવી છે પરંતુ સ્કૂલમાં નિયમિત કક્ષાઓનું સંચાલન હાલ બંધ રહેશે.
ધોરણ 9થી12ના વિદ્યાર્થીઓ શાળાએ જઈને શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવી શકશે. પરંતુ તેના માટે વિદ્યાર્થીઓના વાલીની સહમતી જરૂરી છે. શાળાઓમાં બાળકોને પરાણે નહીં બોલાવી શકાય.
જો કે કોરોના મહામારીને કારણે મોટાભાગની ખાનગી શાળાઓએ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ખાનગી શાળાઓમાં આ નિર્ણય વાલીઓ તરફથી મળેલા ફીડબેકના આધારે નિર્ણય લીધો છે. સરકારી શાળાઓમાં પણ જયાં વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને કોઈ ગતિવિધિ હશે તો વિદ્યાર્થીઓને નહીં બોલાવવામાં આવે. શિક્ષણ વિભાગની ગાઈડલાઈન મુજબ એક વિદ્યાર્થીને માત્ર બે દિવસ આવવાની જ સૂચના આપવામાં આવી છે.
શાળાએ આવતા વિદ્યાર્થીઓએ માસ્ક પહેરવું ફરજિયાત છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે. સેનિટાઈઝરની વ્યવસ્થા શાળાએ કરવાની રહેશે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ