26 જાન્યુઆરીની પરેડમાં બિહારની ઝાંખી સામેલ નહીં થવા પર મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, તેનાથી નિરાશ થવાની જરૂર નથી, કેટલાક લોકો અર્થ વગર ચર્ચામાં લાગ્યા છે કે આ વખતે 26 જાન્યુઆરીએ જળ જીવન હરિયાળીની ઝાંખી નહીં દેખાઈ એવા સવાલનો શું અર્થ.
મુખ્યમંત્રીએ કહ્યું, દેશમાં અન્ય કામ થઈ રહ્યાં છે. જેમાં ગણતંત્ર દિવસ પર દેખાડવામાં આવશે. બિહાર સંબંધિત વસ્તુઓ પહેલા પણ ગણતંત્ર દિવર દર્શાવવામાં આવી છે. તેનાથી નિરાશ થવાની જરૂર નથી.
ઝાંખી સામેલ નહીં કરવા પર રાબડી દેવીએ કટાક્ષ કર્યો છે. રાબડી અને તેજસ્વીએ આ અભિયાનમાં કૌભાંડ હોવાનો આરોપ લગાવ્યો છે. રાબડીએ કહ્યું કે, “24500 કરોડ જળ જીવન હરિયાળી યોજાનના કૌભાંડને સાચું ઠેરવતા કેન્દ્ર સરકારે પરેડમાં ઝાંખી સામેલ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ”
આ પહેલા પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને કેરળની ઝાંખી પણ ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવી નથી.