મુંબઈ: મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ મંત્રી પદ લઈને ધારાસભ્યોમ અસંતોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કૈલાશ ગોરંટ્યાલે રાજીનામું આપવાની ધમકી આપી છે. જાલના બેઠક પરથી ધારાસભ્ય કૈલાશે કહ્યું તેઓ પાર્ટીના અનેક કાર્યકર્તાઓ સાથે પાર્ટીના સભ્યપદ પરથી રાજીનામું આપીશું.


નારાજ ગોરંટ્યાલે કહ્યું કે, હું ત્રીજી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું અને સાથે મેં મારા લોકો માટે કામ કર્યું છે છતાં મને મંત્રી બનાવાયો નથી. ગોરંટ્યાલના સમર્થકો તરફથી માંગ કરવામાં આવી રહી હતી કે તેમને મંત્રી પદ આપવામાં આવે. જાણકારી પ્રમાણે મંત્રીમંડળના વિસ્તરણ બાદ એનસીપી, શિવસેના અને કૉંગ્રેસના કેટલાક નેતાઓમાં નારાજગી છે.


આ પહેલા શિવસેનાના ધારાસભ્ય અબ્દુલ સત્તારે નારાજ થઈને રાજીનામું આપ્યા હોવાના અહેવાલ આવ્યા હતા. પરંતુ સત્તારે પોતે મીડિયા સામે આવીને કહ્યું હતું કે મેં રાજીનામું આપ્યું નથી. હું મુખ્યમંત્રી સાથે વાત કરીશ અને તેમના નિયમનું પાલન કરીશ. તેના બાદ  તેમને મહેસૂલ, ગ્રામીણ વિકાસ, પોર્ટ લેન્ડ ડેવલોપમેન્ટના રાજ્ય મંત્રી બનાવાયા છે..

મહારાષ્ટ્રમાં લાંબી ખેંચતાણ બાદ શનિવારે મંત્રીઓને ખાતાની વહેંચણી કરવામાં આવી છે. સૂત્રો પ્રમાણે, કૉંગ્રેસના બાલાસાહેબ થોરાટને મહેસૂલ, અશોક ચોહાણને પીડબલ્યૂડી, શિવસેનાના એકનાથ શિંદેને શહેરીવિકાસ, દાદા ભુસેને કૃષિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

એનસીપી નેતા અનિલ દેશમુખને ગૃહ મંત્રાલય અને અજિત પવારને નાણા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રીનું એક પદ શિવસેના અને એક કૉંગ્રેસને મળ્યું છે. આદિત્ય ઠાકરને પર્યાવરણ, પર્યટન ખાતુ સોંપવામાં આવ્યું છે. અનિલ પરબને પરિવહન, સંસદીય કાર્યની જવાબદારી સોંપવામાં આવી છે.