નવી દિલ્હી: દુનિયાના જાણીતા ઉદ્યોગપતિ અને માઈક્રોસૉફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે કોવિડ-19 સામે લડવા માટે ભારતના વડાપ્રધાન મોદી દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાની પ્રશંસ કરી છે. તેઓએ કહ્યું કે વડાપ્રધાન મોદી દ્વારા લેવામાં આવેલા કઠોર નિર્ણયના કારણે ભારતમાં કોરોના સંક્રમણના દરમાં ઘટાડો આવ્યો છે. જે દુનિયા સામે એક ઉદાહરણરૂપ છે.


બિલ ગેટ્સે વડાપ્રધાનને પત્ર લખીને પોતાની ભાવના વ્યક્ત કરી છે. તેઓએ પત્રમાં કહ્યું કે, આપના નેતૃત્વ અને આપની સરકારની સક્રિયતાની પ્રશંસા કરું છું, જેઓએ ભારતમાં કોવિડ-19 સંક્રમણના દરમાં ઘટાડો લાવ્યા છે.

તમારી સરકાર દ્વાર રાષ્ટ્રીય લોકડાઉનને અપનાવવું, ક્વોરન્ટાઈ કરવું, આઈસોલેશન માટે હૉટસ્પોટની ઓળખ કરવા માટે ટેસ્ટિંગ વધારવું, આરોગ્ય પ્રણાલીની પ્રતિક્રિયાને મજબૂત કરવી વગેરે જેવા પગલા પ્રશંસનીય છે. તે સિવાય આરોગ્ય ખર્ચમાં વૃદ્ઘી કરીને સ્વાસ્થ્ય પ્રણાલીને મજબૂત કરવું, આર એન્ડ ડી અને ડિજિટલ ઇનોવેશનને પ્રોત્સાહન આપવાને પણ વખાણવા લાયક છે.

બિલ ગેટ્સે વધુમાં લખ્યું કે, “મને ખુશી છે કે, આપની સરકારે કોવિડ-19 સામે લડવા માટે પોતાની અસાધારણ ડિજિટલ ક્ષમતાઓનો પૂરો ઉપયોગ કરી રહી છે. તમારી સરકાર દ્વારા કોરોના વાયરસ ટ્રેકિંગ, સંપર્ક ટ્રેસિંગ અને લોકોને સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડવા માટે આરોગ્ય સેતુ ડિજિટલ એપ લોન્ચ કરવી એક સારુ પગલું છે. ”