આ પહેલા વહિવટી તંત્ર દ્વારા પ્રેસ રિલીઝ કરીને કહેવામાં આવ્યું હતું કે, યાત્રાના રૂટમાં 77 કોરોના રેડ ઝોન છે. કોરોના વાયરસના વધતા સંકટનો ઉલ્લેખ કરતા ઉપ રાજ્યપાલ જીસી મુર્મૂએ અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો હતો, જો કે, હવે આદેશ પરત લેવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીરના રાજભવન દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમરનાથ યાત્રા શરૂ કરવા અંગેનો નિર્ણય આગામી દિવસોમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમા બુધવાર સુધીમાં 380 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા અને તેમાંથી 5 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 81 દર્દીઓ સાજા થઈ ગયા છે.