Bhagat Singh Birthday: ભારતીય સ્વતંત્રતા આંદોલન (Indian Freedom Movement) માં ક્રાતિકારીઓનું યોગદાન ભગત સિંહ (Bhagat Singh) નુ નામ લીધા વિના અધુરુ છે. તે એકમાત્ર એવો ક્રાંતિકારી હતાં, જે લોકોનો વિચારો બદલવાનો વિચાર કરતા રહતા. આજે આપણે ભારતના વીર ક્રાંતિકારી સપૂત શહીદ ભગતસિંહની જન્મ જયંતિ પર તેમને સત સત નમન કરી રહ્યાં છીએ, તેનો આદર્શ હંમેશા અન્યાયો સામે લડવાનો અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો હતો. 


ભગતસિંહનો જન્મ એક સિખ ખેડૂત પણ ક્રાંતિકારી પરિવારમાં થયો હતો, તેમને જન્મ 28 સપ્ટેમ્બર, 1907 એ પંજાબના લયાલપુરના બાંગા (અત્યારે પાકિસ્તાનમાં) ગામના એક સિખ પરિવારમાં થયો હતો. એક મતાનુસાર તેમની જન્મતિથિને 27 સપ્ટેમ્બરને માનવામાં આવે છે. તેમના પિતાનુ નામ કિશન સિંહ અને માતાનુ નામ વિદ્યાવતી કૌર હતુ. ભગતસિંહનો અભ્યાસ હાલમા પાકિસ્તાનમાં આવેલા લાહોરની દયાનંદ એન્ગ્લૉ-વૈદિક સ્કૂલમાં થયો હતો. 


ભગતસિંહના દાદા સરદાર અર્જૂનસિંહ હતા. અર્જૂનસિંહના ત્રણ પુત્રો કિશનસિંહ, અજીતસિંહ અને સ્વર્ણસિંહ સ્વાતંત્રતા સેનાની હતાં. જેમાં કિશનસિંહના પુત્ર ભગતસિંહ 13 એપ્રિલ, 1919ના રોજ થયેલ 'જલિયાંવાલા બાગ હત્યાકાંડ'ની ભગતસિંહ પર ખૂબજ ઊંડી અસર પડી અને તેઓ ભારતની આઝાદીનાં સપનાઓ જોવા લાગ્યાં.


ભગતસિંહમાં ક્રાંતિકારી પરિવર્તન આવવા પાછળનું એક મોટું કારણ લાહોરમાં આવેલ નેશનલ કૉલેજ 'નર્સરી ઓફ પેટ્રિયોટ્સ'માં ઈ.સ 1921માં તેમનું એડમિશન થવું. આ કૉલેજની શરૂઆત લાલા લજપતરાયે કરી હતી. કૉલેજના દિવસોમાં એક્ટર તરીકે મહારાણા પ્રતાપ, સમ્રાટ ચંદ્રગુપ્ત અને ભારત દુર્દશા જેવા નાટકોમાં હિસ્સો લીધો, જેથી તેમનામાં દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બની.


જ્યારે પરિવારજનોમાં ભગતસિંહની લગ્નની કરવાની વાત આવી તો તેઓ ઘર છોડી અને નાગપુર ચાલ્યા ગયા અને એક પત્ર મૂકતા ગયા જેમાં કહ્યું કે, તેમણે પોતાનું જીવન દેશને આઝાદ કરાવવાના મહાન કામમાં લગાવી દીધું છે. તેથી હવે તેમને દુનિયાના કોઇ ભૌતિક સુખ તેમને આકર્ષિત કરી શકશે નહીં.


ભગતસિંહના નજીકના મિત્ર ભગવતી ચરણના પત્ની દુર્ગાભાભી કહે છે કે, "ફાંસીનો તખ્તો તેમનો લગ્નમંડપ બન્યો, ફાંસીનો ફંદો તેમની વરમાળા અને મોત તેની દુલ્હન"  ભગતસિંહ ધરપકડ પહેલાની બધી જ સ્વતંત્રતા સંગ્રામની દરેક પ્રવૃતિમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.
તેમનો પરિવાર દેશભક્ત હોવાના કારણે બ્રિટીશરો તેમના પરિવારને બળવાખોર માનતા હતા. લાહોર ષડયંત્ર કેસમાં ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને સાથે ફાંસીની સજા સંભળાવવામાં આવી. ફાંસીની નક્કી કરેલી તારીખ તથા સમયના 11 કલાક પહેલા જ તેમને 23 વર્ષની વયે ફાંસી આપવામાં આવી.