ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ વિવાદોમાં ઘેરાઇ ગયા છે. દિગ્વિજય સિંહે રવિવારે એક નિવેદન આપ્યુ કે 'ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇકના પુરાવા બતાવવા જોઇએ.' તેમના આ નિવેદન પર વિવાદ થઇ ગયો

દેશના કેટલાક બીજેપી નેતાઓએ દિગ્વિજય સિંહ સામે મોરચો માંડ્યો. મધ્યપ્રદેશ બીજેપીના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં નેતા વિપક્ષ ગોપાલ ભાર્ગવે કહ્યું કે, દિગ્વિજય સિંહને પાકિસ્તાનમાં ઘર લઇને રહેવું જોઇએ.



ભાર્ગવે દિગ્વિજય સિંહના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "દિગ્વિજય સિંહને પાકિસ્તાનમાં ઘર લઇ લેવું જોઇએ, તેઓ ઘર ખરીદી લે કે ભાડે લઇ લે. દિગ્વિજય સિંહ ભાઇજાનને મારી આ સલાહ છે કે તેમને પાકિસ્તાનમાં ઘર લઇને રહેવું જોઇએ."

દિગ્વિજય સિંહે શનિવારે કહ્યું હતું કે, "જે રીતે અમેરિકાએ ઓસામા બિન લાદેન સામેની કાર્યવાહીના પુરાવા જાહેર કર્યો હતાં, તે જ રીતે આપણે પણ એર સ્ટ્રાઇકના સબૂતો રજૂ કરવા જોઇએ."