નવી દિલ્હી:  લોકસભા 2024ની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ અનેક રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ બદલ્યા છે. પંજાબમાં સુનીલ જાખડ, તેલંગાણામાં કિશન રેડ્ડી, આંધ્રમાં ડી પુરંદેશ્વરી અને ઝારખંડમાં બાબુલાલ મરાંડીને કમાન સોંપવામાં આવી છે. આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ કિરણ કુમાર રેડ્ડીને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બનાવવામાં આવ્યા છે. તેઓ એપ્રિલમાં ભાજપમાં જોડાયા. તેલંગાણામાં ભાજપની ચૂંટણી પ્રબંધન સમિતિના અધ્યક્ષ તરીકે ઈટેલા રાજેંદરની નિમણૂક કરવામાં આવી છે.






લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. 


સુનીલ જાખડ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ લોકસભા ચૂંટણી પહેલા જે રીતે સુનીલ જાખડને પંજાબમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ભાજપ સુનિલ જાખડને પંજાબમાં મોટા હિન્દુ ચહેરા તરીકે લાવી છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપ ફરીથી અકાલી દળ સાથે ગઠબંધન કરી શકે છે. 


 






કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક બાદ કરવામાં આવ્યા ફેરફાર 


તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલની સંભાવનાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સોમવારે (3 જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગેલા ભાજપના ટોચના નેતૃત્વ સમક્ષ અનેક રાઉન્ડની બેઠકો યોજાઈ હતી.



આ બેઠકોમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના સંગઠન મહાસચિવ બીએલ સંતોષ સામેલ હતા. ત્રણેય નેતાઓ 28 જૂને પીએમ મોદીને પણ મળ્યા હતા. જે બાદ હવે આ ફેરફારો કરવામાં આવ્યા છે.


કિશન રેડ્ડી મોદી સરકારમાં મંત્રી છે


જી કિશન રેડ્ડી કેન્દ્ર સરકારમાં પર્યટન, સંસ્કૃતિ અને વિકાસ મંત્રી તરીકે કામ કરી રહ્યા છે. તેઓ 2019માં સિકંદરાબાદ લોકસભા સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. રેડ્ડીએ તેમની રાજકીય કારકિર્દી 1977માં જનતા પાર્ટીના યુવા નેતા તરીકે શરૂ કરી હતી. 1980માં ભાજપની રચના થઈ ત્યારથી તેઓ પાર્ટીમાં છે.


રેડ્ડી 2002 થી 2005 સુધી ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. તેઓ 2004માં હિમાયતનગર મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 2009 અને 2014માં અંબરપેટ વિધાનસભા ક્ષેત્રમાંથી ફરીથી જીત્યા હતા.  જી કિશન રેડ્ડી અગાઉ પણ તેલંગાણા ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે. 2019માં તેમને મોદી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial