BJP Appoints Incharge For States: ભાજપે રાજ્યોના પ્રભારીઓની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના નેતા વિનોદ તાવડેને બિહારના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ઓમ માથુરને છત્તીસગઢના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ પશ્ચિમ બંગાળની જવાબદારી મંગલ પાંડેને આપવામાં આવી છે. મંગલ પાંડે બિહારમાં આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે. પ્રકાશ જાવડેકરને કેરળના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવાયા છે. 



લક્ષ્મીકાંત વાજપેયીને ઝારખંડના પ્રભારી બનાવવામાં આવ્યા છે. બિપ્લબ કુમાર દેવને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. સાંસદ પ્રકાશ જાવેદકરને કેરળના પ્રભારી બનાવવામાં આવ્યા છે જ્યારે રાધા મોહન અગ્રવાલને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. મુરલીધર રાવને મધ્યપ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં પંકજા મુંડે અને ડો.રમાશંકર કથેરિયાને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે.


ભાજપે નવી નિમણૂંકો કરી


ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીને પંજાબના પ્રભારી જ્યારે ડો.નરેન્દ્રસિંહ રૈનાને સહ-પ્રભારી બનાવાયા છે. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં સાંસદ વિનોદ સોનકરને પ્રભારી બનાવવામાં આવ્યા છે. સાંસદ રાધા મોહન અગ્રવાલને લક્ષદ્વીપના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. તરુણ ચુગને તેલંગાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, અરવિંદ મેનનને તેલંગાણાના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  
સાંસદ મહેશ શર્માને ત્રિપુરાના પ્રભારી બનાવાયા


સાંસદ અરુણ સિંહને રાજસ્થાનના પ્રભારી બનાવવામાં આવ્યા છે. રાજસ્થાનમાં વિજયા રાહટકર સહ-પ્રભારી રહેશે. સાંસદ મહેશ શર્માને ત્રિપુરાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ચંદીગઢના પ્રભારી વિજયભાઈ રૂપાણીને બનાવવામાં આવ્યા છે. ઉત્તર પૂર્વ પ્રદેશમાં સંબિત પાત્રાને સહ-સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને ઋતુરાજ સિંહા સહ-સંયોજક હશે.



રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી છવાયો વરસાદી માહોલ


હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ લોકોને ગરમીથી રાહત મળી તો બીજી તરફ લાંબા સમય બાદ વરસાદ પડતા ખેતીના પાકને જીવનદાન મળ્યું છે અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર રી એન્ટ્રી થઈ છે. વાવડી, વેગનપુર, ડોક્ટરના મુવાડા ,અંબાલી ,વેજલપુર, પોપટપુરા ,છગનપુરા, સહિતનાં વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય બફારા અને ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકોને છુટકારો મળ્યો છે. આ ઉપરાંત  ધરતીપુત્રોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર જોવા મળી છે.



વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી છે. સાવલીનાં ગોઠડા, સામતપુરા, રસુલપુર, શેરપુરા, જાવલા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ પડ્યો છે. 



વેરાવળમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. દિવસભર ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે.


રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રાજકોટના મવડી વિસ્તાર,ગોંડલ રોડ, ઢેબર રોડ,માધાપર ચોકડી,કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે.