BJP Sufi Abhiyan : આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મુસ્લિમોને રિઝવવા પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. ભાજપે મુસ્લિમ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત આજથી સુફી સંવાદ મહાઅભિયાન શરૂ કર્યુ છે. આ માટે બીજેપી હેડક્વાર્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં પાર્ટીએ 150 બિન-રાજકીય લોકોની એક ટીમ બનાવી છે. ખાસ કરીને વ્યાવસાયિકો કે જેઓ મુસ્લિમો માટે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામ વિશે વાત કરશે. આ કાર્યક્રમને એક વર્ષ સુધી દેશભરમાં ચલાવવાની યોજના છે, જે પીએમ મોદીની જાહેર સભા સાથે સમાપ્ત થશે.
આ આઉટરીચ પ્રોગ્રામ દેશની લગભગ 60 સીટોને લક્ષ્યાંક બનાવીને તૈયાર કરવામાં આવ્યો છે. ભાજપ લઘુમતી મોરચા દ્વારા સંચાલિત સુફી સંવાદ મહા અભિયાન સમગ્ર દેશમાં મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ચલાવવામાં આવશે. જ્યાં મુસ્લિમોની વસ્તી 20 ટકાથી વધુ હશે તે વિસ્તારોમાં સૂફી સંવાદ કરવામાં આવશે. જેમાં ઉત્તર પ્રદેશ, કેરળ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં સઘન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
અલ્પસંખ્યક મોરચા દ્વારા યુપીના સહારનપુર, મેરઠ, રામપુર, આઝમગઢ અને બિહારના કિશનગંજ, અરરિયા, કટિહાર જેવા મુસ્લિમ પ્રભુત્વવાળા લોકસભા ક્ષેત્રોમાં આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સાથે બંગાળ અને કેરળમાં પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપીની તેલંગાણા વર્કિંગ કમિટીમાં લઘુમતી સમુદાય સુધી પોતાની પહોંચ સ્થાપિત કરવાની વાત કરી હતી. સાથે જ તેમણે પાર્ટીના નેતાઓને આવો સંવાદ કાર્યક્રમ સ્થાપિત કરવા વિનંતી કરી હતી.
ભાજપ 2019 અને 2014ની છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓની સરખામણીમાં આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં લઘુમતીઓનો વિશ્વાસ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે મોદી સરકાર દ્વારા લઘુમતી સમુદાય માટે કરવામાં આવેલા તમામ પ્રયાસો સામાન્ય લોકો સુધી પહોંચે અને તેમના પક્ષમાં વાતાવરણ સર્જાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Mission 2024 : 2024માં દલિત મતો બનશે કિંગ મેકર? વોટબેંક અંકે કરવા ભાજપનો 'માસ્ટર પ્લાન'
વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં હવે વધુ સમય બાકી નથી. આ સામાન્ય ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો પોતપોતાની તૈયારીમાં લાગેલા છે. આ ક્રમમાં ભાજપ વર્ષ 2019માં જીતેલી સીટોનો રેકોર્ડ તોડવા માંગે છે. આ માટે પાર્ટી ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન હેઠળ ભાજપ દલિતો અને અનુસૂચિત જાતિઓ પર ફોકસ કરશે.
દેશના 17 ટકા મતદારો આ જાતિમાંથી આવે છે અને પાર્ટીએ હવે તેના પર નજર ઠેરવી છે. પાર્ટી 14 એપ્રિલથી 5 મે સુધી દેશમાં આ અભિયાન ચલાવશે, જે અંતર્ગત ભાજપના નેતાઓ દલિત વસાહતોમાં પ્રવાસ કરશે. 14મી એપ્રિલે આંબેડકર જયંતિ છે અને 5મી મેના રોજ બુદ્ધ જયંતિ છે. આ દરમિયાન કેન્દ્રમાં સત્તામાં રહેલી પાર્ટી ડોર ટુ ડોર જોડો અભિયાન ચલાવશે. આ અભિયાન થકી સરકારી યોજનાઓના લાભથી વંચિત રહેલા દલિત પરિવારોને યોજનાઓનો લાભ મળશે. આ અભિયાનનું સમાપન દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં થશે અને આ દરમિયાન એક ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં દલિત સમુદાયને સંબોધિત કરી શકે છે.
BJP : 2024માં મુસ્લિમ મતબેંકમાં મોટું ગાબડું પાડવા BJPનો માસ્ટર પ્લાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Mar 2023 09:29 PM (IST)
અલ્પસંખ્યક મોરચા દ્વારા યુપીના સહારનપુર, મેરઠ, રામપુર, આઝમગઢ અને બિહારના કિશનગંજ, અરરિયા, કટિહાર જેવા મુસ્લિમ પ્રભુત્વવાળા લોકસભા ક્ષેત્રોમાં આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
ફાઈલ તસવીર
NEXT
PREV
Published at:
15 Mar 2023 09:29 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -