Uddhav Thackeray Vs Eknath Shinde: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ઠાકરેના નજીકના સાથી અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન દીપક સાવંત આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથમાં જોડાઈ ગયા હતા. શિંદેએ આ દરમિયાન કહ્યું હતું કે, અમે સાવંતનું પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ અને તેનો અમને ફાયદો પણ થશે.



જ્યારથી ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી શિવસેનાનું નિશાન અને નામ બંને એકનાથ શિંદેના હાથમાં ગયા છે ત્યારથી ઘણા નેતાઓ સતત ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વરિષ્ઠ નેતા સુભાષ દેસાઈના પુત્ર ભૂષણ દેસાઈ પણ ગઈ કાલે સોમવારે જ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાઈ ગયા હતા.

ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?

પક્ષમાં તિરાડ પડતા લાલઘુમ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને શિંદે જૂથ પર આકરા પ્રહારો કર્યા હતાં. ઉદ્ધવ ઠાકરેએ આજે મુંબઈ ખાતેથી ભાજપની સરખામણી અફઝલ ખાન સાથે કરતા તેમણે કહ્યું હતું કે, ભારત પર આક્રમણ કરતી વખતે અફઝલ ખાને જે રીતે લોકોના ઘર તોડ્યા, ભગવાનના મંદિરો તોડ્યા અને લોકોને પોતાની સાથે લાવવા માટે જે કંઈ કર્યું આજે આ જ વસ્તુ ભાજપ કરી રહી છે. જો તમે પાર્ટીમાં નહીં જોડાવ તો તમને જેલમાં મોકલી દેવામાં આવશે.

સુભાષ દેસાઈએ શું કહ્યું?

સુભાષ દેસાઈએ તેમના પુત્રના શાસક સંગઠનમાં જોડાવાની વાતને ખાસ મહત્વ ના આપવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, ભૂષણ દેસાઈની રાજકારણ કે શિવસેના(UBT)માં કોઈ ખાસ ભૂમિકા નહોતી. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે તાજેતરમાં જ શિંદેની આગેવાની હેઠળની છાવણીને પાર્ટીનું નામ અને ચૂંટણી ચિહ્ન 'ધનુષ-બાન' ફાળવ્યું હતું.


મહારાષ્ટ્રના એકનાથ શિંદે અને ઉદ્ધવ વિવાદ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચમાં ચાલી રહેલી સુનાવણી આજે બુધવારે પણ પૂર્ણ થઈ શકી નથી. આવતીકાલે એટલે કે ગુરુવારે  9માં દિવસે સુનાવણી પૂર્ણ થશે. પરંતુ આ દરમિયાન સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદે જુથ પર વેધક અને અણિયાળા સવાલ કર્યા છે.

સુનાવણીમાં કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે, જો શિંદે કેમ્પના ધારાસભ્યોને કોંગ્રેસ-એનસીપી સાથે ઉદ્ધવના ગઠબંધન સામે વાંધો હતો તો તેઓ 3 વર્ષ સુધી સરકાર સાથે કેમ રહ્યા? મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે, અચાનક જ 34 લોકો કહેવા લાગે છે  કે આ યોગ્ય નથી.

તમે રાજ્યપાલ વિશે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજ્યપાલે પોતાની સત્તાનો ઉપયોગ ખુબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ. તેમને ખબર હોવી જોઈએ કે વિશ્વાસ મત બોલાવવાથી સરકારનું પતન થઈ શકે છે. આ સ્થિતિમાં કોઈપણ સત્તાનો ઉપયોગ કરતી વખતે રાજ્યપાલે તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

શું છે સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદેએ ગયા વર્ષે જૂનમાં બળવો કર્યો હતો. ત્યાર બાદ તેમણે ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. જેના કારણે ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી ભાંગી હતી. આ ઘટનાક્રમ બાદ ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખતાવ્યો હતો.

હાલ સુપ્રીમ કોર્ટમાં તત્કાલિન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરીએ ઉદ્ધવ ઠાકરેને ફ્લોર ટેસ્ટ કરાવવા અને ધારાસભ્યોને બરતરફીની નોટિસ જારી કરવા સહિત અન્ય મુદ્દાઓ અંગે સુનાવણી ચાલી રહી છે.

જ્યારે ચૂંટણી પંચે શિંદે જૂથને અસલી શિવસેના તરીકે માન્યતા આપી એકનાથ શિંદેને 'તીર-ધનુષ' કે જે બાળા સાહેબ ઠાકરે દ્વારા સ્થાપવામાં આવેલી શિવસેનાનું નિશાન હતું અને ચૂંટણી પણ. જેને હવે ચૂંટણી પંચ દ્વારા એકનાથ શિંદેની શિવસેનાને સોંપી દેવામાં  આવ્યું છે.

Saamana : તો શું મહારાષ્ટના CM એકનાથ શિંદે મેલીવિદ્યા કરે છે? સામનામાં 'પુરવા' સાથે દાવો

મહારાષ્ટ્રની રાજનીતિમાં વાર પલટવાર લગભગ રોજીંદી ઘટનાઓ બની ગઈ છે. ઉદ્ધવ જુથ દ્વારા રાજ્યના  મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જુથ પર આકરા પ્રહારો કરવામાં આવે છે. પરંતુ શિવસેનાના મુખપત્ર સામનામાં તો મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કાળા જાદુ કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે. જેને લઈને સૌકોઈને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે.



ગયા વર્ષે જૂનમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેથી અલગ થઈને ભાજપ સાથે સરકાર બનાવી હતી. શિંદે પોતે મુખ્યમંત્રી બન્યા હતાં. ત્યાર બાદ અસલી શિવસેનાને લઈને લડાઈ થઈ શરૂ હતી પરંતુ ચૂંટણી પંચે શિંદે જૂથને અસલી શિવસેના તરીકે માન્યતા આપી હતી. ત્યારથી જ શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથના નેતાઓ દરરોજ એકબીજા પર હુમલો કરી રહ્યા છે.