BJP National Executive Meeting: આજે હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ રહી છે. હૈદરાબાદના નોવાટેલ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત આ બેઠક આજથી શરૂ થશે. બીજેપી પ્રવક્તા એનવી સુભાષે કહ્યું હતું કે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા બેઠકની શરૂઆત કરશે. રાષ્ટ્રીય કાર્યકારિણીના સત્ર બાદ એક વિશાળ રેલી યોજાશે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. આ રેલી 3 જુલાઈના રોજ સાંજે 6.30 કલાકે પરેડ ગ્રાઉન્ડ પર યોજાશે.
તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન શનિવારે બેગમપેટ પહોંચશે, જ્યાં તેમના સાર્વજનિક સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજેપી પ્રવક્તાએ કહ્યું હતું કે હૈદરાબાદમાં 18 વર્ષ બાદ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી રહી છે, આ એક મોટો કાર્યક્રમ છે, જેના માટે દરેકને જવાબદારી સોંપવામાં આવી છે. દરેક વ્યક્તિ નિષ્ઠાપૂર્વક પોતપોતાના કાર્યમાં વ્યસ્ત છે જેથી કાર્યક્રમ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થઈ શકે.
લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ બનાવવામાં આવશે
એક રિપોર્ટ અનુસાર, કાર્યકારિણીની બેઠક દરમિયાન આગામી વર્ષે તેલંગણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી સિવાય 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રણનીતિ તૈયાર કરવામાં આવશે. 2014માં કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી ભાજપની આ ત્રીજી બેઠક હશે, જે દક્ષિણ ભારતીય રાજ્યમાં યોજાઈ રહી છે.
આ રહ્યો સંપૂર્ણ કાર્યક્રમ
સવારે 10.30 થી બપોરે 3 વાગ્યા સુધી રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક
પીએમ નરેન્દ્ર મોદી બપોરે 2.55 કલાકે હૈદરાબાદ પહોંચશે
બપોરે 3.30 વાગ્યાથી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક.
વડાપ્રધાન અને નડ્ડા ઉદ્ઘાટન કરશે.
ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ સહિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ મંચ પર હાજર રહેશે.
હૈદરાબાદમાં બીજેપીની આ બેઠક એવા સમયે યોજાવા જઈ રહી છે જ્યારે પાર્ટી તેલંગણામાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. તેલંગણાના મુખ્યમંત્રી અને તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના વડા કે ચંદ્રશેખર રાવ ભાજપને પડકારવા માટે રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી પક્ષોનું વ્યાપક ગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.