નવી દિલ્હીઃ ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર ગૌતમ ગંભીર એક નવી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. દિલ્હીમાં મંજૂરી વગર રેલી કરવાના કેસમાં ચૂંટણી પંચે કાર્રવાઈ કરી છે. ભાજપ નેતા ગૌતમ ગંભીર વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ચૂંટણી પંચના આદેશ બાદ દિલ્હી પોલીસે આ કાર્રવાઈ કરી છે. ચૂંટણી પંચે દિલ્હી પોલીસને કહ્યું હતું કે, તે મંજૂરી વગર રેલી કરવાના કેસમાં ગૌતમ ગંભીર વિરૂદ્ધ એફઆઈઆર નોંધે. 25 એપ્રિલના રોજ દિલ્હીના જંગપુરામાં ગૌતમ ગંભીરે એક રેલી કરી હતી, જેની મંજૂરી પ્રશાસને આપી ન હતી.

ક્રિકેટરથી રાજનેતા બનેલ ગૌતમ ગંભીર પર કાર્રવાઈ કરતા ચૂંટણી પંચે કહ્યું હતું કે, ગૌતમ ગંભીરે મંજૂરી વગર રેલી કરવા બદલ કાર્રવાઈનો સામનો કરવો પડશે. ચૂંટણી પંચે કહ્યું કે, 25 એપ્રિલના રોજ રેલીની મંજૂરી ન લઈને ગૌતમ ગંભીરે આચાર સંહિતા ભંગ કરી છે. આ જ કારણ છે કે ચૂંટણી પંચના આદેશ પર દિલ્હી પોલીસે કાર્રવાઈ કરી છે.