આવતા અઠવાડીયે મોદી કેબિનેટનું વિસ્તરણ, ગિરીરાજ સહિતના નેતાઓ ગુમાવી શકે છે મંત્રીપદ
abpasmita.in | 16 Jun 2016 02:27 PM (IST)
નવી દિલ્લીઃ નરેંદ્ર મોદી 19 થી 23 જીનની વચ્ચે કેબિનેટમાં વિસ્તરણ કરી શકે છે. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ કેબિનેટના વિસ્તરણને લઇને સરકારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પાસે સમય માંગવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ વિસ્તરણમાં ઘણા નેતાઓ પોતાનું મંત્રીપદ ગુમાવી શકે છે. અને બીજા ઘણા નવા ચહેરાને તક મળી શકે છે. અસમમાંથી મુખ્યમંત્રી બનેલા સર્બાનંદ સોનોવાલની જગ્યાએ રામેશ્વર તેલી કે, રેમન ડેકામાંથી કોઇ એકને મંત્રી બનાવામાં આવી શકે છે.રામેશ્વર તેલી બીજેપી સાંસદ છે. તો રમન ડેકા સાંસદ સાથે પક્ષના રાષ્ટ્રીય સચિવ પણ છે અલ્હાબાદના સાંસદ શ્યામા ચરણ ગુપ્તા,જબલપુરના સાસંદ રાકેશ સિંહ, બીકાનેરથી સાંસદ અર્જુન રામ મેઘવાલ, બીજેપી મહાસચિવ ઓમ માથૂર અને વિનય સહસ્ત્રબુદ્ધેને મંત્રી બનાવામાં આવી શકે છે. જે સાસંદો પોતાનું મંત્રીપદ ગુમાવી શકે છે તેમાં નિહાલ ચંદ, ગિરીરાજ સિંહ અને નજમા હેપ્તુલ્લાહના નામનો સમાવેશ થાય છે.