આકાશ વિજયવર્ગીયના જામીન મામલે શનિવારે બપોરે સુનાવણી પૂર્ણ થઈ હતી. બંને પક્ષોને વકીલોએ પોતાની દલીલો કોર્ટ સામે રાખી હતી. બાદમાં જજ સુરેશ સિંહે નિર્ણયને યથાવત રાખી અને જામીન આપવાની જાહેરાત કરી હતી.
આ પહેલા આકાશ વિજયવર્ગીયની જામીન અરજી ઈંદોરની કોર્ટ ફગાવી હતી. ઈંદોર કોર્ટે કહ્યું હતું કે આ મામલો ધારાસભ્ય સાથે જોડાયેલો છે, તેની સુનાવણી અમારા ક્ષેત્રમાં નથી. આ મામલાની સુનાવણી ધારાસભ્યો અને સાંસદો માટે બનાવેલી સ્પેશલ કોર્ટમાં કરવામાં આવે. ત્યારબાદ આકાશના વકીલે ભોપાલની સ્પેશલ કોર્ટમાં જામીન અરજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે આકાશની નગર નિગમના અધિકારીને બેટથી ફટકારવા મામલે ધરપકડ કરવામાં આવી હતી. ગુંડાગર્દીના આરોપમાં તેને 14 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ મામલો ધારાસભ્ય સાથે જોડાયેલો હોવાથી આ મામલાની સુનાવણી ભોપાલની સ્પેશલ કોર્ટમાં થઈ હતી.