લખનઉઃ ગુજરાતના અમદાવાદમાં નરોડાના ભાજપના ધારાસભ્યએ થોડા દિવસો પહેલા મહિલાને લાતો મારી હતી. આ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ ભાજપના ધારાસભ્યએ મહિલા સાથે સમાધાન કરીને રાખડી બંધાવી હતી. જે બાદ ઉત્તરપ્રદેશના લલિતપુરમાં બીજેપી ધારાસભ્ય રામરતન કુશવાહાએ સરકારી કર્મચારીઓ પર વિવાદિત નિવેદન આપ્યું છે.

કુશવાહાએ મંગળવારે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું, જો રાજ્યના સરકારી કર્મચારીઓ એક મહિનામાં સીધા દોર ન થાય તો જૂતા ઉતારીને તેમને ફટકારો. સપા-બસપાની માનસિકતાવાળા અધિકારી તથા કર્મચારીએ લોકસભા ચૂંટણીમાં બીજેપી કાર્યકર્તાઓને ધમકાવ્યા અને તેમને સભ્ય બનાવ્યા હતા. ભાજપના ધારાસભ્યના આ નિવેદન સામે જિલ્લા પ્રભારી રામકિશોર સાહુએ વાંધો ઉઠાવ્યો છે. ઉપરાંત જિલ્લા અધ્યક્ષ જગદીશ સિંહ લોધીએ પણ નારાજગી વ્યક્ત કરી છે.

ઝાંસી-લલિતપુર લોકસભા સીટ પરથી ભાજપના અનુરાગ શર્માની જીત થઈ હતી. જીત બાદ તેઓ પ્રથમ વખત અહીં આવ્યા હોવાથી અભિવાદન સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.

ભારતમાં નથી સ્વચ્છ હવા-પાણી, સ્વચ્છતાની પણ નથી સમજઃ ડોનાલ્ડ ટ્રમ્પ

વડોદરામાં યુવક મોબાઇલને ચાર્જિંગમાં રાખીને જોતો હતો ફિલ્મ ને થયું એવું કે જાણીને ચોંકી જશો

સલમાનની ‘ભારત’એ પ્રથમ દિવસે કેટલા કરોડની કરી કમાણી ? જાણો વિગત

માયાવતીની એકલા હાથે પેટાચૂંટણી લડવાની જાહેરાત પછી અખિલેશ યાદવે શું કહ્યું? જુઓ વીડિયો