Ukraine Russia War: કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ બેલ્લાડનું કહેવું છે કે, યુક્રેનમાં 1 માર્ચના રોજ ગોળીબારીમાં જીવ ગુમાવનાર નવીન શેખરપ્પા જ્ઞાનગૌદરનો મૃતદેહ ભારત લાવતી સમયે વધુ જગ્યા રોકશે અને એટલી જગ્યામાં યુદ્ધમાં ફસાયેલા 10-12 લોકોને બેસાડીને ભારત પરત લાવી શકાય છે. હુબલી ધારવાડ પશ્ચિમ સીટના ધારાસભ્યએ કહ્યું કે, નવીનના પાર્થિવ દેહને ભારત લાવવા માટે ભારત સરકાર અને કર્ણાટક સરકાર સંભવ પ્રયત્ન કરી રહી છે. તેમણે ભાર આપીને જણાવ્યું કે, જે જગ્યાએ હાલ મૃતદેહ રાખવામાં આવ્યો છે, તે એક યુદ્ધ વિસ્તાર છે અન હાલની સ્થિતિમાં મૃતદેહ ભારત પરત લાવવો મુશ્કેલ છે.  બેલ્લાડે કહ્યું કે, હાલની સ્થિતિમાં જીવીત લોકોને લાવવા મુશ્કેલ છે તો મૃતદેહને લાવવો વધુ મુશ્કેલ છે. 


હાલ સત્તામાં રહેલી ભાજપ સરકારના ધારાસભ્યએ બેલ્લાડે એ પણ કહ્યું કે, વિદ્યાર્થીઓ ભારતમાં ઘણી ફી હોવાથી વિદેશમાં મેડિકલની ડિગ્રી મેળવવા પોતાના સપનાં સાકાર કરવા પલાયન કરે છે. રાજ્યના હાવેરી જિલ્લાના ચાલગેરીના રહીશ 22 વર્ષિય નવીન ખારકીવમાં અન્ય લોકો સાતે એક બંકરમાં હતા. તેઓ 1 માર્ચના રોજ ખાવા-પીવાનો સામાન લેવા માટે અને પૈસા બદલાવવા માટે બંકરથી બહાર નીકળ્યા હતા અને એ સમયે ગોળીબારી થતાં તેમનું મોત થયું હતું. 


નવીનનો પાર્થિવ દેહ ખારકીવના શબગૃહમાં રાખવામાં આવ્યો છે. તેમના માત-પિતાએ કેન્દ્ર સરકારમાં આગ્રહ કર્યો છે કે, અંતિમ સંસ્કાર માટે તેમના પુત્રનો મૃતદેહ સ્વદેશ પરત લાવવામાં આવે. આ વચ્ચે ચાલગેરીના વેંકટેશ વૈશ્યારે પીટીઆઈ-ભાષાને કહ્યું કે, તેમનો 23 વર્ષનો પુત્ર અને 24 વર્ષનો ભત્રીજો સુમન યુક્રેનમાં છે અને તેમને ખારકીવથી 20 કિમી દુર એક સ્કુલમાં રાખવામાં આવ્યા છે જ્યાં લગભગ 1700 બીજા ભારતીયો પણ છે. તેમણે કહ્યું કે, અમિત અને સુમન સુરક્ષિત વિસ્તારમાં જવા માટે ટ્રેનમાં ના ચઢી શક્યા કેમ કે, યુક્રેનના અધિકારીઓએ મહિલાઓ અને તેમના દેશના નાગરીકોને ટ્રેનમાં બેસવાની પ્રાથમિકતા આપી હતી.