નોંધનીય છે કે, ગંભીર કોરોનાના દર્દીઓને એક્મો થેરેપી અથવા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. કોરોના ફેફ્સા અને હૃદય પર વધારે હુમલો કરે છે એવામાં આ થેરેપી તેમને રિકવર કરવામાં મદદ કરે છે. આ માત્ર લોહીનો પ્રવાહ જાળવવાનું જ કામ નથી કરતી પરંતુ તેમાં જરૂરી ઓક્સીજન પણ પૂરો પાડે છે. આ આ થેરેપીનો ખર્ચ ઘણો મોંઘો છે.
ECMO એ એક લાઈફ સપોર્ટ સિસ્ટમ છે, જે શરીરને એ સમયે ઓક્સીજન સપ્લાઈ કરવામાં મદદ કરે છે જ્યારે દર્દીના ફેફ્સા અથવા હૃદય બરાબર કામ ન કરી શકતા હોય. કોરોનાના દર્દીને બચાવવા માટે આ મહત્ત્વની છે.
એક્સ્ટ્રા-કોરપોરિયલ મેમ્બ્રેન ઓક્સીજનેશન એટલે કે ECMO ડિવાઈસ એક લાઈફ સપોર્ટ સિસ્ટમ કહેવાય છે. આ ડિવાઈસ શરીરને એ સમયે ઓક્સીજન સપ્લાઈ કરવામાં મદદ કરે ઝ્યારે કોઈ દર્દીના ફેફ્સા અથવા હૃદય કામ ન કરતાં હોય. નિષ્ણાંતોનું કહેવું છે કે આ ડિવાઈસનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે દર્દીને કુદરતી રીતે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય.
આ ડિવાઈસના ઉપયોગ માટે શરીરની કોઈ એક નસમાંથી લોઈ લઈને તને મશીન સાથે જોડવામાં આવે છે. જેમાં બાઇપાસ રીતે લોહી સમગ્ર શરીરમાં પ્રવાહિત થવા લાગે છે. ECMO મશીન નસોમાં વહી રહેલ લોહી દ્વારા કામ કરે છે. ECMO લોહીમાં ઓક્સીજન જોડે છે અને કાર્બન ડાયઓક્સાઈડને હટાવી દે છે. તેની સાથે જ તે લોહીને ગરમ પણ કરે છે અને નસોમાં મોકલે છે. અનેક કેસમાં ECMO સમગ્ર શરીરમાં લોહૂને પ્રવાહિત પણ કરે છે. આ લોહીને હૃદય અને ફેફ્સાથી પણ બાયપાસ કરવા દે છે.
જોકે આ થેરેપી થોડી ખર્ચાળ છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ ટ્રીટમેન્ટ માટે 15 દિવસનો અંદાજે 12 લાખનો ખર્ચ આવે છે.