પશ્ચિમ બંગાળથી ભારતીય જનતા પાર્ટીના નેતા બાબુલ સુપ્રીયોએ રાજકારણ છોડવાની જાહેરાત કરી છે. પોતાની ફેસબુક પોસ્ટના માધ્યથી તેણે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજકારણમાં આવ્યા વગર પણ સામાજિક કાર્યો કરી શકો છો. પોતાની ફેસબૂક પોસ્ટમાં તેણે લખ્યું તે કોઈપણ પાર્ટીમાં નથી જઈ રહ્યા. તેમણે કહ્યું કે ટીએમસી, કૉંગ્રેસ અથવા સીપીએમ કોઈપણ પક્ષે તેમને નથી બોલાવ્યા.


આસાનસોલ લોકસભા બેઠક પરથી ભાજપ સાંસદ બાબુલ સુપ્રિયોએ પોતાની ફેસબુક પોસ્ટમાં કહ્યું, અલવિદા, હું કોઈપણ રાજકીય પક્ષમાં નથી જઈ રહ્યો. ટીએમસી, કૉંગ્રેસ, સીપીઆઈ(એમ) કોઈએ મને નથી બોલાવ્યા. હું ક્યાંક નથી જઈ રહ્યો.....સામાજિક કાર્યો કરવા માટે રાજકારણમાં રહેવાની કોઈ જરુર નથી.