ભારતમાં કોવિડ-19ના નવા કેસમાં ઘટાડો છતાં પણ દુનિયાના અનેક દેશોએ ટ્રાવેલ પર બેન લગાવ્યો છે. સાઉદી અરબ,સંયુક્ત અરબ અમીરાત, ફિલીપીન્સ સહિત અન્ય દેશોએ ભારત પર ટ્રાવેલ બેન લગાવ્યો છે.
ભારતમાં કોવિડ-19ની બીજી લહેર લગભગ ખતમ થવાના આરે છે. કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જો કે આ સ્થિતિ હોવા છતાં પણ દુનિયાના કેટલાક દેશોએ ભારત ટ્રાવેલ પર બેન લગાવી દીધો છે. ઉલ્લેખનિય છે કે, હાલ દુનિયામાં ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી ફેલાઇ રહ્યો છે અને યુનાઇટેડ કિંગડમ સહિત કેટલાક દેશોમાં કેસમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે કેટલાક દેશો ભારત પર ટ્રાવેલ પર બેન લગાવ્યો છે. જો કે ભારતીય વિદ્યાર્થીઓને ટ્રાવેલની મંજૂરી અપાઇ છે.
સઉદી અરબ
સઉદી અરબે કહ્યું કે, તે ‘રેડ લિસ્ટ’વાળા દેશની યાત્રા પર ત્રણ વર્ષનો બેન લગાવશે. આ યાદીમાં ભારત સહિત અફઘાનિસ્તાન, અર્જેટીના, બ્રાઝિલ, મિસ્ત્ર, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, લેબનાન, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, તુર્કી, વિયતનામ અને સંયુક્ત અરબ અમીરાત સામેલ છે.
સંયુક્ત અરબ અમીરાત
સંયુક્ત અરબ અમીરાતે પણ ભારતીય ફ્લાઇટસ પર પ્રતિબંધ વધારી દીધો છે. અતિહાદ એરવેજે કહ્યું કે પ્રતિબંધ ક્યારે હટાવવામાં આવશે, એ મુદ્દે હજું સુધી કોઇ નિર્ણય નથી લેવાયો.
કેનેડા
કેનેડાએ ભારતની સીધી ઉડાન પર પ્રતિબંધ લગાવ્યો છે. જ્યારે ભારતીય કોઇ ત્રીજા ડેસ્ટિનેશનથી કેનેડા પહોંચી શકશે.
ફિલીપીન્સ
ફીલીપીન્સે શુક્રવારે ભારત અને અન્ય નવ દેશો પર ટ્રાવેલ બેન વધારી દીધો છે કારણ કે, તે લોકડાઉન પ્રતિબંઘને ફરીથી લાગૂ કરી રહ્યાં છે.
ફ્રાન્સે ભારતને રેડ લિસ્ટમાંથી હટાવ્યું
આ દેશો સિવાય ભારતીય ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, ઇટલી, કુવૈત, ન્યુઝીલેન્ડ, ઓમાન, સિંગાપુરની યાત્રા નહી કરી શકે. જો કે ફ્રાન્સે હાલ જ ભારતને રેડ લિસ્ટમાંથી દૂર કર્યું છે અને ફુલ વેક્સિનેટ ભારતીય હવે ભારતની યાત્રા કરી શકશે. જર્મનીએ પણ ભારતીયોનો યાત્રા માટે છુછટ આપી છે.
વિદ્યાર્થી માટે કેટલાક લોકોએ આપી છૂટ
વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન હાલ જ સંસદમાં જણાવ્યું કે, અમેરિકા, બ્રિટન, કેનેડા, જર્મની, નેધરલેન્ડે ભારતીય વિદ્યાર્થીઓ માટે ટ્રાવેલ બેન હટાવી દીધો છે. તેમણે જાણકારી આપતાં કહ્યું કે, અમેરિકા, કેનેડા,યૂકે, આયરલેન્ડ,જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, જોર્જિયા જેવા દેશો દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને ટ્રાવેલ માટે છૂટ અપાઇ છે.