નવી દિલ્હી: બીજેપી સાંસદ મનોજ તિવારીએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની તુલના મથુરા કાંડના માસ્ટરમાઈંડ રામવૃક્ષ યાદવ સાથે કરી છે. મનોજ તિવારીએ આ નિશાન કેજરીવાલે કેંદ્રને ગુંડા કહ્યા પછી સાધ્યું છે. મનોજ તિવારીએ વધુમાં કહ્યું હતું કે, હું આ નિવેદનને નીચતાપુર્ણ માનું છું.
તિવારીએ વધુમાં કહ્યું હતું કે, એ દુ:ખદ વાત છે કે દિલ્હીના સીએમ પદ ઉપર એવો વ્યક્તિ બેઠો છે, જેના ધારાસભ્યો પત્નીને મારે છે. મહિલાઓની છેડતી કરે છે. કૌભાંડો કરે છે. તેમને કહ્યું હતું કે, શું ભગત સિંહ, રાજગુરૂ, સુખદેવ આવા હતા. મનોજ તિવારીએ કહ્યું હતું કે, કેજરીવાલે પોતાના ધારાસભ્યોની તુલના સ્વતંત્રતા સેનાનીઓ સાથે કરી હતી. જેના માટે કેજરીવાલ તાત્કાલિક માફી માંગે કારણ કે આ અમારા સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન છે.
મનોજ તિવારીએ કહ્યું હતું કે, મથુરાના રામવૃક્ષ યાદવ અને કેજરીવાલ જીમાં સમાનતા છે. કેજરીવાલ પુરી રીતે કાયદાકીય વ્યવસ્થાઓ વિરૂધ્ધ છે. વડાપ્રધાનને ગાળો ભાંડે છે. સીબીઆઈને ગુંડા કહે છે. પોલીસને ગાળો બોલે છે. સરકારને ગાળો બોલે છે.
મનોજ તિવારીએ કેજરીવાલને લક્ષ્યાંક બનાવીને કહ્યું હતું કે, કેજરીવાલ વારંવાર કહે છે કે દિલ્હીને બીજેપી ચાલવા દેતું નથી. આ નાટક છે. તિવારીએ કહ્યું અમે કહ્યું હતું કે 21 સંસદીય સચિવ બનાવી લો? અમે કહ્યુ મહિલાઓને હેરાન કરો? મનોજ તિવારીએ કહ્યું હતું કે, કેજરીવાલજી વિદેશી દુશ્મનના એંજટ છે. તેમના માટે સંવૈધાનિક પદ ઉપર બેસવુ દેશ અને દિલ્હી માટે ખતરનાક છે.