નવી દિલ્લીઃ એમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ઇસ્લામિક સ્ટેટ્સ (IS)ને ચેતવણી આપતા તીખી પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ કહ્યું છે કે, ISના લોકો નર્કના ક્તરા છે. તેમજ યુવાનોને અપિલ કરી છે કે, દેશ આપણો છે તેની સાથે રહો.
ઔવેસીએ યુવાનોને સંબોધીને કહ્યું હતું કે, 'ઇસ્લામ માટે જીવો, મરો નહી. ઇન્સાનિયત માટે જીવો' ઓવૈસીને વધુમાં જણાવ્યું હતું કે,IS દુનિયા માટે સૌથી મોટો ખતરો છે. અને આ સમગ્ર ઇન્સાનિયત માટે ખતરો છે.
ઔવેસીએ જણાવ્યું હતું કે, મદિના પર હુમલો કરનાર લોકો ઇસ્લામના સૌથી મોટા દુશ્મન છે. જે લોકોએ રોજા નથી રાખ્યા તેમને રક્કામાં મારી નખવમાં આવ્યા છે. એવા લોકોને કાપી નાખવા જોઇએ. અબૂ બકર અલ બગદાદી કોઇ મુસલમાને મળી જાય તો તેના 100 ટુકડા કરી નાખવા જોઇએ
ઓવૈસીએ મુસલમાનોને હથિયાર નહી ઉઠાવવા માટે અપિલ કરી હતી. જિહાદ કરવું હોય તો હથિયાર ન ઉઠાવો. ગરીબોને ભણાવો, ગરીબ બાળકીઓના લગ્ન કરાવો આ જ સાચું જિહાદ છે. આ પહેલા IS પર આપેલા નિવેદન પર ઓવૈસીને ઘમકી મળી હતી.