નવી દિલ્હી: બીજેપી સાંસદ નવજોત સિંહ સિદ્ધૂએ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે. રાજ્યસભાના સભાપતિએ સિદ્ધૂના રાજીનામાનો સ્વીકાર કરી દીધો છે. અને સિદ્ધૂ આમ આદમી પાર્ટી સાથે જોડાય તેવી ચર્ચા છે. સિદ્ધૂ પાર્ટીથી ઘણાં દિવસથી નારાજ દેખાતા હતા, પરંતુ તેમને મીડિયા સામે ખૂલીને ક્યારેય વાત કરી નથી.
ત્યાં, ભગંવત માનનું કહેવું છે કે, ‘સિદ્ધૂ ઘણીવખત બોલતા રહે છે કે હું અકાલિયોની સાથે નહી જઈ શકું. જો બીજેપી અને અકાલીએ સાથે પંજાબમાં હાથ મિલાવ્યા તો હું બોલીશ કે લોકો આમ આદમી પાર્ટીને વૉટ આપે.
જો કે, રાજ્યમાં તમામ પાર્ટીઓ ચૂંટણીની તૈયારીમાં લાગેલી છે. એવામાં સિદ્ધૂ આમ આદમી પાર્ટી સાથે જોડાય તેવા અહેવાલ ચારે બાજુ ફેલાયેલા છે. બતાવવામાં આવી રહ્યું છે કે સિદ્ધૂ પોતાની પત્ની નવજોત કોરની સાથે ચંદીગઢમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે, આ વાત ઘણાં સમયથી ચાલી રહી હતી, પરંતુ કોઈ સહમતિ બની શકી નહોતી.