પ્રવેશ વર્માનું વિવાદિત નિવેદન
પ્રવેશ વર્માએ કહ્યું કે, ‘લોકો લોકો ત્યાં (શાહીન બાગ)માં ભેગા થાય છે. દિલ્હીના લોકોએ સમજી વિચારીને નિર્ણય કરવો જોઈએ. તે તમારા ઘરમાં ઘુસીને તમારી બહેન દીકરીઓ પર બળાત્કાર કરશે, તેમને મારશે. આજે સમય છે. મોદી અને અમિત શાહ કાલે તમને બચાવવા નહીં આવે.’
નિવેદન પરત નહીં ખેંચુ- પ્રવેશ વર્મા
એટલું જ નહીં પ્રવેશ વર્માએ કહ્યું, ‘જો ભાજપ દિલ્હીમાં સત્તામાં આવશે તો કલાકની અંદર જ શાહીન બાગ ખાલી કરાવી દેશે.’ તેમણે કહ્યું, ‘કાશ્મીર, ઉત્તર પ્રદેશ, હૈદ્રાબાદમાં લાગેલ આગ ટૂંકમાં જ દિલ્હીના લોકોના ઘરમાં આવી શકે છે.’ પ્રવેશ વર્માને જ્યારે તેમના આ નિવેદન પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, ‘હું મારું નિવેદન પરત નહીં ખેંચુ. મં જે કહ્યું છે તે સાચું કહ્યું છે.’
જ્યારે પ્રવેશને જ્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકરના ગોળીવાળા નિવેદન પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, ‘અનુરાગ ઠાકુરે જે કહ્યું તે સાચું કહ્યું છે.’
ઠાકુરે ભીડને વિવાદિત નારા લગાવ કહ્યું હતું. નાણાં રાજ્યમંત્રી ઠાકુરે કહ્યું, ‘દેશના ગદ્દારોને’, જેના પર ભીડમાંથી કહ્યું, ‘ગોલી મારો સ***કો’. ઠાકુરે ભીડને એટલા મોટા અવાજથી નારા લગાવવા કહ્યું કે, તેનો અવાજ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સાંભળી શકે.