પ્રયાગરાજઃ ભાજપ સાંસદ રીટા બહુગુણા જોશીની પૌત્રીનું નિધન થયું છે. સોમવારે ફટાકડા ફોડતા સમયે દાઝી જતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. સાંસનદા ઘરે પહોંચેલ નાયબ સીએમ કેશવ પ્રસાદ મૌર્યાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. એટલું જ નહીં નાયબ મુખ્યમંત્રીએ લોકોને બાળકોને વિસ્ફોટક અને જ્વલનશીલ પદાર્થોથી દૂર રાખવાની અપીલ કરી. ભાજપ સાંસદના ઘરે શોખ વ્યક્ત કરવા લોકો આવી રહ્યા છે.


નોંધનીય છે કે, દિલ્હી શિફ્ટ કરતા પહેલા જ બાળકીનું સારવાર દરમિયાન પ્રયાગરાજની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. નાયબ મુખ્યમંત્રી કેપી મોર્યે કહ્યું કે, સારવાર માટે દિલ્હી શિફ્ટ કરવાની તૈયારી થઈ રહી હતી.

થોડા દિવસ પહેલ લાગ્યો હતો કોરોનાનો ચેપ

ઘટનાક્રમ અનુસાર, બાળકો સાથે રમતા સમયે ફટાકડા ફોડતા આ ઘટના થઈ હતી. થોડા દિવસ પહેલા જ બાળકી કોરોનાથી ઠીક થઈ હતી. ગુડગાંવની હોસ્પિટલમાં દીદી રીટા જોશી અને પરિવારના અન્ય સભ્યોની સાથે સારવાર લીધી હતી. તમને જણાવીએ કે, અલાહબાદથી ભાજપના સાંસદ રીટા જોશી યટોગી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.