Amit Shah In BJP Meeting:  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે દાવો કર્યો હતો કે આગામી 30-40 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી (BJP)નો યુગ રહેશે અને ભારત વિશ્વગુરુ બનશે. તેમણે કહ્યું કે તેલંગાણા અને પશ્ચિમ બંગાળ સહિત તે તમામ રાજ્યોમાં પણ ભાજપની સરકારો બનશે જ્યાં પાર્ટી હજુ સત્તાથી દૂર છે. 


વિકાસની રાજનીતિ પર જનતાની મહોર 
હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક દરમિયાન પસાર કરવામાં આવેલા રાજકીય ઠરાવ પર બોલતા અમિત  શાહે જાતિવાદ, વંશવાદ અને તુષ્ટિકરણની રાજનીતિનો અંત લાવવા અને તાજેતરની વિધાનસભા અને વિવિધ પેટાચૂંટણીઓમાં પાર્ટીની જીત માટે હાકલ કરી. આનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે વિકાસની રાજનીતિ અને ભાજપની સારી કામગીરી પર આ જનતાની મહોર છે.


ભાજપના ઉદયનું નવું ક્ષેત્ર - દક્ષિણ ભારત 
તેમણે દક્ષિણ ભારતને ભાજપના ઉદયનું નવું ક્ષેત્ર ગણાવ્યું અને કહ્યું કે વર્તમાન રાજકારણમાં દેશના વિપક્ષી દળો વિખરાયેલા છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીમાં લોકશાહીની સ્થાપના માટે તેના જ સભ્યો લડી રહ્યા છે, પરંતુ ગાંધી પરિવાર ડરના કારણે પ્રમુખ પદ માટે ચૂંટણી નથી કરાવી રહ્યો.


કોંગ્રેસ પર નિશાન સાધ્યું
આસામના સીએમ સરમા મુજબ શાહે કહ્યું કે આજે વિપક્ષ વેરવિખેર છે. તેના સભ્યો કોંગ્રેસમાં લોકશાહી સ્થાપિત કરવા લડત ચલાવી રહ્યા છે, ગાંધી પરિવાર ડરના કારણે પ્રમુખની ચૂંટણી નથી કરાવી રહ્યો. શાહે કહ્યું કે આજે હતાશા અને નિરાશામાં રહેલી કોંગ્રેસ કેન્દ્ર સરકારની દરેક કલ્યાણકારી યોજનાનો વિરોધ કરે છે, પછી તે સર્જિકલ સ્ટ્રાઈક હોય અને એર સ્ટ્રાઈક હોય, કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવી હોય કે એન્ટી કોરોનાવાયરસ રસીકરણ હોય. 


તેમણે કહ્યું કે કોંગ્રેસને 'મોદી ફોબિયા' થઈ ગયો છે. તે દેશના હિતના  દરેક નિર્ણયનો વિરોધ કરવા લાગી છે. કોંગ્રેસ સંપૂર્ણપણે હતાશ અને નિરાશ છે.