નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હાએ મહાત્મા ગાંધીને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો આજે મહાત્મા ગાંધી હોત તો તેઓ આરએસએસમાં હોત. મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર તેમણે કહ્યું, ગાંધીના નામ અને ચિત્રનો ઉપયોગ કરનારા જ ગાંધીવિચારની વિરુદ્ધમાં છે. આરએસએસ ગાંધી વિચારધારાનું સૌથી મોટું અનુયાયી છે.
બીજેપીના રાજ્યસભા સાંસદ અને દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર રાકેશ સિન્હાને સંઘ મામલાના જાણકાર માનવામાં આવે છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવારના જીવન સહિત સંઘ પર અનેક પુસ્તકો લખી ચુક્યા છે.
ગાંધી જયંતિના અવસર પર પ્રધાનમંત્રી મોદીએ સવારે રાજઘાટ પર જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાજલિ આપી હતી. તેમની સાથે લોકસભા સ્પીકર ઓમ બિડલા પર હાજર હતા.
સાઉથ આફ્રિકા સામે સદી ઠોકીને રોહિત શર્માએ ડોન બ્રેડમેનની કરી બરાબરી, તોડ્યા અનેક રેકોર્ડ
ભાજપના સાંસદનું મોટું નિવેદન, કહ્યું- આજે ગાંધી હોત તો તેઓ પણ RSSમાં જ હોત
abpasmita.in
Updated at:
02 Oct 2019 05:58 PM (IST)
ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હાએ મહાત્મા ગાંધીને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો આજે મહાત્મા ગાંધી હોત તો તેઓ આરએસએસમાં હોત. મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર તેમણે કહ્યું, ગાંધીના નામ અને ચિત્રનો ઉપયોગ કરનારા જ ગાંધીવિચારની વિરુદ્ધમાં છે. આરએસએસ ગાંધી વિચારધારાનું સૌથી મોટું અનુયાયી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -